Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ઉનામાં બેન્ક અધિકારીનો નિવૃત વિદાય સમારંભ યોજાયો

ઉના તા.૩ : ભારતીય સ્ટે બેન્કના સ્પેશીયલ આસિસ્ટન્ટ અધિકારી બીપીનભાઇ જોષીનું વયમર્યાદાને કારણે નિવૃત ત્થા સ્મૃતિભેટ આપી સન્નમાન કરાયું હતું.

તેઓ ૩૩ વર્ષ પહેલા સ્ટેટબેન્ક ઓફ સૌરાષ્ટ્રા શાખામાં કલાર્ક તરીકે ભરતી થઇ ૩૩ વર્ષ બાદ સ્પેશીય આસિસ્ટન્ટ અધકારી તરીકે નિષ્ઠા પ્રમાણીકતાથી ફરજ બજાવેલ અને ગ્રાહકો ત્થા કર્મચારીઓએ લોકચાહના મેળવી હતી તે વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય તેમનો વિદાય સમારોહ ભારતીય સ્ટેટ બેન્ક ઉનાની મુખ્ય શાખાના પ્રબંધક નિલેશભાઇ કાથડના અધ્યક્ષ સ્થાને યોજાયોહતો

જેમાં એસ.બી.અઇ. કૃષીશાખાના મેનેજર રાજાબાબુ, યુનીયન ના મનુભાઇ સોલંકી, દલવાડા સામતેર વિગેર શાખાના મેનેજર ત્થા તમામ બ્રાન્ચના સ્ટાફ ભાઇઓ શુભેચ્છક વેપારીઓએ ગ્રાહકો ત્થા પરિવાર જ્ઞાતીજનોએ તેમની ૩૩ વર્ષની ફરજને બિરદાવી સ્મૃતિ ચિહૃન શાલઓઢાડી ફુલહાર, પુષ્પગુચ્છ આપી સન્માન કરી ભવ્યવિદાય આપી હતી.

(11:21 am IST)