News of Wednesday, 3rd January 2018

પોરબંદરમાં હસ્તકલા પ્રદર્શન

 પોરબંદર : ડીસેમ્બર મહિનાના બાદ પ્રથમ જાન્યુઆરીના દિવસે યુવાનો-યુવતીઓ મોજ શોખ કરવાના બદલે કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાના વાણીજય વ્યવસ્થાપન વિષય અંતર્ગત બજાર પ્રક્રિયા ગૃહ ઉદ્યોગની માહિતી પોતાની હસ્તકલા  ના નમૂના પ્રદર્શિત કરીને જરા હટકે ઉજવણી કરીને સમાજને સાવ નવો જ રાહ ચીંધ્યો છે. માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી. આર. ગોઢાણીયા બી.એઙ કોલેજના કોમર્સ મેથડના વિદ્યાર્થીઓએ વાણીજય હસ્તકલા પ્રદર્શન નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. બી. એઙ કોલેજના કોમર્સના પ્રોફેસર જયનાબેન મહેતાના નેતૃત્વમાં યુવક-યુવતીઓએ પાંચ વિભાગમાં  હસ્તકલાના  નમુનાનું પ્રદર્શન યોજીને  યુવા પેઢીને પ્રેરક બન્યા હતાં. ડો. ઇશ્વરભાઇ ભરડા તથા ઇન્ચાર્જ પ્રિન્સીપાલ હીનાબેન ઓડેદરા ના હસ્તે ખુલ્લું મુકાયું હતું કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યું હતુંકે વિદ્યાથઓમાં અનેક પ્રકારની છૂપી શકિતઓ રહેલી છે. કોઇ પ્લેટફોર્મન મળે તો દબાયેલી રહે છે.  ઇન્ચાર્જ આચાર્યા શ્રી હિનાબેન ઓડેદરાએ વિદ્યાર્થીઓ પોતાના વાણીજય વ્યવસ્થાપનના વિષયના સંદર્ભમાં પોતે બનાવેલી વસ્તુનું  પ્રદર્શન યોજીને વેચાણ કરીને નફો મેળવે વાણીજય શિક્ષણને સાર્થક કર્યુ છે. જયનાબેન મહેતાએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતાં. માલેદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયા તથા એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણાએ દેશનું ભવિષ્ય એવા બી.એઙના યુવાનો જવાદારી અંગે જાગૃત રહે તે આવકાર્ય છે. પ્રદર્શનના ઉદઘાટનની તસ્વીરો.

(11:18 am IST)
  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST