Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

માળિયા સ્ટેશને બધી ટ્રેનના સ્ટોપ આપવા અને ડેમુ ટ્રેન માળિયા સુધી લંબાવવા માંગ.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પાત્ર લખ્યો

મોરબી :  માળિયા રેલ્વે સ્ટેશનેથી પસાર થતી તમામ પેસેન્જર ટ્રેનોને સ્ટોપ આપવામાં આવે તેમજ ડેમુ ટ્રેન માળિયા સુધી લંબાવવા માટે સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માળિયા તાલુકો કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતું મુખ્ય સેન્ટર છે માળિયા તાલુકામાં મીઠા ઉધોગ અને માછીમારી ઉદ્યોગ વિકસ્યો છે જો કચ્છમાંથી આવતી બધી ટ્રેનોને માળિયા સ્ટોપ આપવામાં આવે તો માળિયા અને મોરબીના લોકોને તેનો ફાયદો મળે તેમ છે જેથી પેસેન્જર ટ્રેનોને સ્ટોપ આપવા માંગ કરી છે તે ઉપરાંત કોરોના મહામારીના સમયમાં બંધ થયેલ ડેમુ ટ્રેન રાજકોટથી માળિયા સુધી આવતી હતી તે ફરીથી ચાલુ કરવા પણ માંગ કરવામાં આવી છે.

(1:01 am IST)