Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ને શોભે થવું તેમજ માનવતાને લાંછન લગાડતું કૃત્ય સામે આવ્‍યું

અમરેલી-સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી ટ્રેઇનનો એક ડબ્બો ગાધકડા નજીક પાટા પરથી નીચે ઉતરી ગયો, સાવરકુંડલાના ગાધકડા નજીક માલગાડી ટ્રેઇન પાટા નીચે ઉતરી, સુરેન્દ્રનગરથી ધોળા, ભાવનગર- મહુવા અને પીપાવાવ તરફનો રેલવે માર્ગ બાધિત થયો, ભાવનગર રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે.

દ્વારકાના વાતાવરણમાં ફરી પલટો. દરિયાના મોજામાં કરંટ. ૭ થી ૮ ફુટ ઉંચા મોજા ઉછળ્યા. કિનારે સહેલાણીઓ સેલ્ફીની મોજ લેતાં જોવા મળ્યા. (ઓમ થોભાણી દ્વારકા ટુ ડે : દિપેશ સામાણી અકિલા)

જેતપુરના પીઠડીયા ટોલનાકે બે ફેરિયા વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઇ એક ફેરિયા એ બીજાને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો. વીરપુર પોલીસે સી.સી. ટીવી ના આધારે તપાસ હાથ ધરી.

અહી વિના વરસાદે વહી પાણીની નદી, ઘંટેશ્વર ગામવોર્ડ નં-૧ નવી કોર્ટ નો સામે ગોડાઉન રોડ પર રહેલા પાણી ના ટાંકા માંથી હજારો લીટર પાણી વેડફાયું, કોર્પોરેશન ની ઘોર બેદરકારી આવી સામે.