Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલના જામવાડી ગામે સરપંચના પુત્ર એ બોગસ વોટીંગ માટે કોંગ્રેસના ઉમેદવાર એજન્ટને માર માર્યો

ગોંડલ તા.૧ : વિધાનસભાની બેઠકમાં હાઈ પ્રોફાઈલ ગણાતી ગોંડલની બેઠક પર આશરે બપોરના ચાર કલાકે તાલુકાના જામવાળી ગામે બોગસ વોટીંગ થઈ રહ્યું હોય કોંગ્રેસના ઉમેદવાર એજન્ટ દ્વારા બોગસ વોટીંગ રોકવામાં આવતા જામવાડી ગામના સરપંચ પુત્રએ લાફાવાડી કરી મુકતા કોંગ્રેસી ઉમેદવાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો

કોંગ્રેસી ઉમેદવાર યતિષભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ભાજપના આગેવાન બાવુંભાઈ ઉર્ફે પ્રફુલભાઈ ટોડીયા અને ગામના સરપંચ લીનાબેન ટોડીયા ના પુત્ર દ્વારા બોગસ વોટીંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને કોંગ્રેસના એજન્ટ જયદીપ પારખીયા દ્વારા રોકવામાં આવતા ભાજપના આગેવાનના પુત્ર એ માર માર્યો હતો બનાવના પગલે યતિશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી ચૂંટણી પંચને ફરિયાદ કરવા તાજવીજ હાથ ધરી હતી

   
(4:42 pm IST)