Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (મેઇન)નો શપથગ્રહણ સમારોહ અંતરના ઓવારણા કાર્યક્રમ

જિ. પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જિ. ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદ ધાનાણી તથા લે. પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઇ વઘાસીયાની ઉપસ્‍થિતીમાં પ્રમુખ શિવલાલ હપાણીની નિયુકિત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ :.. જિલ્લામાં વિવિધ સેવા પ્રવૃતિઓ માટે જાણીતી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (મેઇન) નો લાયન વર્ષ ર૦રર-ર૩ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી તથા નવા સભ્‍યશ્રીઓનો ‘અંતરના ઓવારણા' શપથગ્રહણ કાર્યક્રમ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયાના અધ્‍યક્ષ સ્‍થાને તથા રાષ્‍ટ્રીય સહકારી આગેવાન ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના મુખ્‍ય મહેમાનપદે યોજાયો હતો. સર્વ પ્રથમ ઉપસ્‍થિત સૌનુ શબ્‍દોથી સ્‍વાગત પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ લા. દિનેશભાઇ ભુવા તથા દિપ પ્રાગટય લા. રમેશચંદ્ર રૂપાલા તથા ઇન્‍સ્‍ટોલીંગ પ્રક્રિયા વી. ડી. ઝી. લા. ધીરજલાલ રાણપરીયા દ્વારા કરવામાં આવી હતી. ઇન્‍સ્‍ટોલેશન કાર્યક્રમમાં શિવલાલ હપાણીને પ્રમુખ તરીકે નિયુકત કર્યા હતાં.

સેક્રેટરી નિલેષભાઇ ઠુમ્‍મર અને ટ્રેઝરર બકુલભાઇ ભટ્ટે શપથ લીધા હતા તથા લાયન્‍સ કલબ મેઇનના પાસ્‍ટ લા. દિનેશભાઇ ભુવાએ પોતાની ટીમના સહયોગને ગીફટ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. લાયસન્‍સ કલબ મેઇનની નવનિયુકિત ટીમને પ્રોત્‍સાહન આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લા સંઘના પ્રમુખ જયંતિભાઇ પાનસુરીયા, લેઉવા પટેલ સમાજ પ્રમુખ કાંતીભાઇ વઘાસિયા, ખોડલધામ સમિતિ કન્‍વીનર રમેશભાઇ કાથરોટીયા, સા. કુંડલાના આગેવાનો સર્વશ્રી કરશનભાઇ ડોબરીયા, દેવચંદભાઇ કપોપરા, એસ.પી.જી. પ્રમુખ ભુપતભાઇ સાવલિયા, આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર, સારહી કલબના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી, પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદ ધાનાણી વિ. ઉપસ્‍થિત રહીને નવનિયુકત ટીમને અભિનંદન આપ્‍યા હતા.

સફળ બનાવવા રાજુભાઇ ઝાલાવાડીયા, રજની ધોરાજીયા, જીતીન સુખડીયા, ડો. પ્રા. જયદીપ સાવલિયા, લી. હસમુખ પટેલ, કૌશિક હપાણી, ભાવેશ નાકરાણી ભરત ચકરાણી, પી.સી. દુધાત, દિનેશ હીરપરા, અમિત ધાનાણી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન પ્રાધ્‍યાપક હરેશભાઇ બાવીશીએ કર્યુ હતું.

(12:56 pm IST)