Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રૂા.બે હજારના દરની જાલીનોટ છાપવાના ગુનામાં આરોપીનો છુટકારો ફરમાવતી ધોરાજી કોર્ટ

આરોપી દ્વારા પુરાવો ન હોય બિનતહોમત છોડી મુકવા અરજી કરી હતી

ધોરાજી તા.૧ : ધોરાજી સેશન્‍સ કોર્ટ દ્વારા રૂપિયા બે હજારની જાલીનોટ છાપી વટાવવાના ગુનામા ચકચારી કેસમાં આરોપીને ડિસ્‍ચાર્જ કરી બીનત્‍હોમત છોડી મુકવા હુકમ કર્યો હતો.

રાજકોટ એલસીબી પોલીસ દ્વારા પાટણવાવ પોલીસ સ્‍ટશેનનાં ઇ.પી.કો.કલમ ૪૮૯ (બી) (સી), ૧ર૪ (ક) રાજદ્રોહ તથા ૩૪ મુજબ પાટણવાવ પોલીસ  સ્‍ટેશનમાં કુલ ૧૧ આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાયેલ તેમજ રાજકોટ એસ.ઓ.જી.શાખા દ્વારા તપાસ કરી ચાર્જશીટ રજુ કરેલ આ કેસ ધોરાજી એડી. ડિસ્‍ટ્રી. એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં ચાલવા પર આવતા ૧૧ આરોપીઓ પૈકીના ભાવેશભાઇ ભોજાભાઇ કોડીયાતર રહે. વેગડીવાળાના બચાવપક્ષે ધોરાજીના ધારાશાષાી અરવિંદકુમાર જી. કાપડીયા દ્વારા આરોપી તરફે ડિસ્‍ચાર્જ અરજી રજુ કરવામાં આવેલ.

બચાવપક્ષે આરોપી વિરૂધ્‍ધ ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવા પુરતો પુરાવો ન હોય, આરોપીનો જાલીનોટ છાપવામાં કોઇ રોલ ન હોય કે આરોપી પાસેથી કોઇ જાલી નોટ કબ્‍જે થયેલ ના હોય. ઉચ્‍ચ અદાલતના સિધ્‍ધાંતો ટાંકી રજુઆત કરવામાં આવતા બચાવપક્ષની રજુઆત સાથે સંમત થઇ ધોરાજીના એડી. ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી આર.એમ.શર્મા દ્વારા આરોપી ભાવેશ ભોજાભાઇ કોડીયાતરને આ કેસમાંથી ડિસ્‍ચાર્જ કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના  ધારાશાષાી અરવિંદકુમાર જી.કાપડીયા તથા  જયદીપ ટી. કુબાવત રોકાયેલ હતા. 

(12:46 pm IST)