Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જૂનાગઢમાં વણઝારી પે. સેન્‍ટરમાં શાળા પ્રવેશોત્‍સવમાં પૂર્વ આચાર્યોનું સન્‍માન

રાજ્‍યમાં ચાલતા શાળા પ્રવેશોત્‍સવ અન્‍વયે મહાનગરપાલિકા હદમાં આવેલી વણઝારી ચોક ખાતેની તાલુકા શાળાથી ઓળખાતી અને હાલ વણઝારી પે.સેન્‍ટર તરીકે કામ કરતી શાળામાં ૧૯૭૮ થી ૨૦૨૨ સુધી ફરજ બજાવેલા તમામ આચાર્યોનું સન્‍માન કરાયું હતું. જેમાં પુષ્‍પાબેન ભટ્ટ, હંસાબેન ભટ્ટ, ગીતાબેન ક્ષોત્રીય, મનજીભાઈ ગાપાળા, સુધાબેન પુરોહીત, વિધાબેન પટેલ, કમળાબેન વ્‍યાસ, દેવીબેન વેધ, મળદુલાબેન બાટવીયા, ઈરફાનભાઈ તેમજ જશુબેન ભારવાડીયા તથા હાલના આચાર્ય ઉપરાંત પૂર્વ ધારાસભ્‍ય અને મહાનગરપાલિકાના કોર્પોરેટર મહેન્‍દ્રભાઈ મશરૂ હાજર રહ્યા હતા. શાળા પ્રવેશોત્‍સવ સમયે તમામ આચાર્યોને સન્‍માન કરવાના તેમજ સ્‍કુલના વિદ્યાર્થીઓને લંચબોકસ તેમજ બાળકોને નાસ્‍તો કરાવી મારી સ્‍કુલ પ્રત્‍યેનું ઋણ અદા કરી વિદ્યાર્થી અને  વિસ્‍તારના અગ્રણી તરીકેની ફરજ અદા કરી હોવાનું હિતેન્‍દ્રભાઇ પી. ઊદાણીની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર - અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:50 am IST)