Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બે વર્ષ પછી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉમંગભેર અષાઢી બીજની ઉજવણી

કોરોના કાળમાં ર વર્ષ સુધી સાદાઇથી ઉજવણી બાદ આજે જુદા-જુદા મંદિરોમાં ભાવિકો મોટી સંખ્‍યામાં ઉમટયા

કેશોદમાં બાલાગામમાં અષાઢી બીજની ઉજવણી કરાઇ તે નજરે પડે છે. (તસ્‍વીરઃ કિશોરભાઇ દેવાણી-કેશોદ)
રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંઆજે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાના ર વર્ષ બાદ આજે ભાવિકો વિવિધ મંદિરોમાં દર્શનાર્થે પહોંચ્‍યા હતા અને રથયાત્રા તથા દર્શનનો લાભ લીધો હતો.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ તાલુકાના બાલાગામ ખાતે વિશ્‍વ હિન્‍દુ પરિષદ તથા ગામ સમસ્‍ત દ્વારા અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્‍નાથજીની તથા રામદેવજી મહારાજની રથયાત્રા ભવ્‍યથી ભવ્‍ય ઉજવવામાં આવેલ હતી. જેમાં બાલાગામના સમસ્‍ત હિન્‍દુ સમાજના લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા હતા અને ગામના મંદિરોમાં ધ્‍વજા રોહણ કરવામાં આવેલ તથા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા. શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના આગેવાનો વિવિધ સંગઠનો જોડાયા હતા. આ ઉત્‍સવને બધાના સાથ સહકારથી ઉત્‍સાહભેર ઉજવેલ હતો.
કેશોદ વિશ્‍વ હિન્‍દુ પરિષદના તાલુકા પ્રમુખ લખનભાઇ કામરીયા શહેર પ્રમુખ વિશાલભાઇ સોલંકી મહામંત્રી મહેશભાઇ પાસેરિયા ઉપ પ્રમુખ રવિભાઇ ડાભી તથા કાર્યકરો ઉપસ્‍થિત રહેલા હતા.
કેશોદના બાલાગામ ખાતે હિન્‍દુ સમાજના તમામ તહેવારોની ઉજવણી ધામધુમ પૂર્વક ઉજવાશે તેવું વિશ્‍વ હિન્‍દુ પરિષદ તરફથી જણાવેલ હતું.

 

(11:29 am IST)