Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબીઃ ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમના દંડની સજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧:મોરબીની ફેકટરીમાંથી બોક્‍સ ખરીદી કર્યાનું પેમેન્‍ટ ચુકવવા માટે આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં ચેક રીટર્ન કેસ કરવામાં આવ્‍યો હતો જે કેસમાં કોર્ટે પેઢીના પ્રો પ્રાઈટરને એક વર્ષની કેદની સજા અને બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

જે કેસની મળતી માહિતી મુજબ ફરિયાદી રફાળેશ્વર નજીક આવેલ ગોકુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના પાર્ટનર કિશનભાઈ દિનેશભાઈ પંડ્‍યા કોરૂગેટ બોક્‍સનું ઉત્‍પાદન કરી વેચાણ કરતા હોય જેથી આરોપી વી ડી ઓવરસીઝ જુનાગઢ પેઢીના પ્રો પ્રાઈટર ઈમ્‍તિયાઝ તાલિબ ખોખરે બોક્‍સ ખરીદી કરી હતી જેમાં તા ૦૨-૦૬-૧૮ ના રોજ ૨,૨૮,૩૩૪ રૂપિયાના બોક્‍સ તેમજ તા. ૦૯-૦૬-૧૮ ના રોજ ૨,૨૭,૯૨૦ ના માલની ખરીદી કરી હતી જેથી કુલ ૪,૫૬.૨૫૪ રૂપિયાની ખરીદી બાદ પેમેન્‍ટ માટે ૪,૫૬,૨૫૦ રૂપિયાનો ચેક આપ્‍યો હતો જે ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરવામાં આવ્‍યો હતો.

આ કેસ મોરબીના એડીશનલ જ્‍યુડી મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફેના વકીલ ડી આર રાજ્‍યગુરુએ કરેલી દલીલોને પગલે કોર્ટે આરોપી ઈમ્‍તિયાઝ તાલિબ ખોખરને કસુરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે તેમજ ૪,૫૬,૨૫૦ ની ડબલ રકમ રૂ ૯,૧૨,૫૦૦ નો દંડ ૯ ટકા વ્‍યાજ સહીત ચુકવવા આદેશ કર્યો છે અને દંડની રકમ ના ચુકવે તો વધુ ૯૦ દિવસ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

(4:51 pm IST)