Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઉપલેટામાં રવિવારે ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલની રજતતુલા સન્‍માન સમારોહ

વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્‍ટના પૂ.પ્રેમજી બાપાના સ્‍મૃતિગ્રંથનું પણ થશે વિમોચન

રાજકોટ,તા.૧: ઉપલેટા શહેરમાં ગોકુળ ગૌસદન અરણી ઉપલેટા તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્‍ટ દ્વારા જળ સંચયની પ્રવૃતિને વેગ આપવાના હેતુથી આગામી તા.૩ને રવિવારે તાલુકા શાળા ગ્રાઉન્‍ડ ઉપલેટા ખાતે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની રજત તુલાના કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉપલેટાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ બે મહાનુભાવોની રજત તુલા થઈ રહી હોય તેવો આ પ્રથમ કાર્યક્રમ છે, સાથોસાથ વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્‍ટનામ પુજય પ્રેમજીબાપા દ્વારા તેમના જીવનકાળ દરમ્‍યાન જળસંચય ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્‍ઓિ કરેલ છે. જેના યાદગાર સ્‍મૃતિગ્રંથનું વિમોચન પણ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈના હસ્‍તે થનાર છે.
આ સમારોહના અધ્‍યક્ષસ્‍થાને પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ઉદ્‌ઘાટક તરીકે રાજયસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા તેમજ આર્શિવચન માંટેસંત શિરોમણી શ્રી અપુર્વ સ્‍વામી અને અતિથી વિશેષ તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રિજેસભાઈ મેરજા, વાહન વ્‍યવહાર મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી તથા મુખ્‍ય મહેમાન તરીકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, પુર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા તથા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્‍થિત રહેનાર છે.
આ કાર્યક્રમમાં એકત્ર થનાર ધનરાશીનો ઉપયોગ ધોરાજી ઉપલેટા તાલુકાને હરિયાળો બનાવવા માટે થનાર છે. જેમાં નવા ચેકડેમોનું નિર્માણ કરવું, ઉંચાઈ વધારવી, ઉંડાઈ વધારવી તેમજ જર્જરીત થયેલ ચેકડેમોને રીપેરિંગ કરાવવા તેમજ વૃક્ષો વાવવા માટેના ઉમદા કામો કેન્‍દ્ર સ્‍થાને રાખવામાં આવેલ છે. જયારે રજત તુલાની સાથોસાથ ઉપલેટા સુપેટી વિસ્‍તારના ફૌજી જવાન સંજયભાઈ દઢાણીયા કે જેઓએ ૩૧ વર્ષ સુધી તેમના જીવનના અમુલ્‍ય વર્ષો દેશ માટે સર્મપિત કરેલ છે અને કર્નલ તરીકે નિવૃત થયેલ છે. તેઓનું ગૌરવવંતુ સન્‍માન મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે થનાર છે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના શ્રી રમેશભાઈ ધડુક, શ્રી પ્રવિણભાઈ માકડીયા (પૂર્વ ધારાસભ્‍ય),શ્રી મનસુખભાઈ ઝાલાવડીયા ((ટ્રસ્‍ટી બેકબોન એન્‍ટરપ્રાઈઝ લી.ના ડીરેકટર) શ્રી મનસુખભાઈ ખાચરીયા, શ્રી લલીતભાઈ ભાલોડીયા, શ્રી લલીતભાઈ ઉકાણી જહેમત ઉઠાવી રહયા છે.

 

(4:01 pm IST)