Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામે શ્રી રામ કથા : વકતા પદે સાધુ જીજ્ઞાબેન ગોંડલીયા

વિવિધ પ્રસંગો ઉજવાશે, મંગળવારે પૂનમબેન ગોંડલીયાનો લોકડાયરો

રાજકોટ : ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામે પાટણવાવ રોડ ઉપર આવેલ આઈશ્રી આવળ મંદિરે તા. ૨ થી તા. ૧૦ એપ્રિલ સુધી શ્રી રામ કથા નવાન્‍હ પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.

કથામાં વકતાપદે સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલીયા બિરાજી કથાનું રસપાન કરાવશે. તા.૨ના શનિવારે સવારે ૯ કલાકે પોથીયાત્રા નીકળશે. આઈ શ્રી આવળ મંદિર ભાદાજાળીયા આયોજીત આ કથામાં વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી થશે. સાથોસાથ તા.૫ના રાત્રીના ૯ વાગ્‍યાથી લોકગાયક કલાકાર પૂનમબેન ગોંડલીયાનો લોકડાયરો યોજાયેલ છે. તેમજ કોલાભાઈ આહીર સેવન્‍તરા ગ્રુપ દ્વારા કાનગોપી રજૂ થશે.

તા.૨ના શનિવારે સાંજે ૭ વાગ્‍યે શ્રી બાર પહોર પાટોત્‍સવનો પ્રારંભ થશે. તા. ૪ના વ્‍હેલી સવારે ૪ વાગ્‍યે પૂર્ણાહૂતિ થશે.

ભાદાજાળીયા ગામે આવેલ આઈ શ્રી આવળ મંદિરના મહંત શ્રી તપસીબાપુ ગુરૂ શ્રી આપાગીગાએ જણાવેલ કે આ જગ્‍યા ૧૭૫ વર્ષ પુરાણી ૮ વિઘા જગ્‍યા છે. અહિં સદાવ્રત ધમધમે છે.  ભોજનાલય, સત્‍સંગ હોલ, ધમધમે છે.

તસ્‍વીરમાં મહંત શ્રી તપસીબાપુ ગુરૂ શ્રી આપાગીગા (મો.૮૭૫૮૧ ૧૩૫૭૧), જયદીપભાઈ આહિર અને દયારામભાઈ ગોંડલીયા નજરે પડે છે.

(3:45 pm IST)