Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જામનગરમાં કૂતરાને દૂધ પીવડાવવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: અહી સીટી એ પોલીસ સ્‍ટેશનમાં મીલનભાઈ રાજેન્‍દ્રભાઈ સોઢા, ઉ.વ.૩૦, રે. જલાની જાર બુટાકુવાની શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૩-રરના ફરીયાદી મીલનભાઈના મમ્‍મી શેરીના કુતરાને દૂધ પીવડાવતા હોય જે આરોપી અનોપસિંહ અમરસિંહ જાડેજા, રે. જામનગરવાળા ને ગમતુ ન હોય જેનો ખાર રાખી ફરીયાદી મીલનભાઈને તથા તેના મમ્‍મીને તથા ભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
મારી નાખવાની ધમકી
સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નાથાભાઈ ફોગાભાઈ માડમ, ઉ.વ.પર, રે. મહારાણા પ્રતાપાિલ યોગેશ્‍વરધામ સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૩-ર૦રરના ધન્‍વંતરી મંદિરની પાછળ એનીમલ હાઉસ પાસે, જામનગરમાં આરોપીઓ જશદેવસિંહ ઉર્ફે જગો અનિરૂઘ્‍ધસિંહ સોઢા તથા આશાબા અનિરૂઘ્‍ધસિંહ સોઢા એ આવતા જતા વિધાર્થીને તથા સ્‍ટાફને ગાળો બોલતા હોય જે બોલવાની ના પાડતા ફરીયાદી નાથાભાઈ ને તથા સાહેદ હરદેવસિંહ જાડેજા ને ભુંડી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
મોટરકારે હડફેટે લેતા મહિલાને ઈજા
સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નયનાબેન નરેન્‍દ્રભાઈ રસીકભાઈ ચુડાસમા, ઉ.વ.૪પ, રે. નવાગામ ઘેડ કેશુભાઈની હોટલ પસો, સિઘ્‍ધેશ્‍વર સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૩-ર૦રરના જોગસ પાર્ક રોડ, જામનગરમાં આરોપી ફોરવ્‍હીલ કાર જેના રજી.નં. જી.જે.-૧૦-ટી.વાય-રર૪૮ એ તેની કાર પુરઝડપે બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી નયનાબેન ને હડફેટે લઈ ઠોકર મારી પછાડી દેતા ફરીયાદી નયનાબેનને જમણા હાથના કાંડાના ઉપરના ભાગે ફેકચર જેવી ઈજા કરી ગુનો કરેલ છે.
જુગાર રમતા ત્રણ ઝડપાયા
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. છત્રપાલસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૪-ર૦રરના ગોકુલનગર, પાણખાણ પ્રજાપતીની વાડી પાસે, જામનગરમાં આરોપી દિલીપ અશોકભાઈ પાડલીયા, અશ્વિનભાઈ અમુભાઈ રાંદલપરા, અલ્‍પેશ કેશુભાઈ સિતાપરા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડ રૂ.૧૧૯૪૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
ચકકર ખાઈને પડી જતા વૃઘ્‍ધનું મોત
પડાણા ગામે એલ.સી.-૧ કોલોનીમાં રહેતા અજયકુમાર નારણસિંહ વેરમાં, ઉ.વ.૪૮, એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦-૩-ર૦રરના આ કામે મરણજનાર ધર્મપાલ ચંદેરભાન યાદવ, ઉ.વ.૬૦, પડાણા ગામે એલ.સી.-૧ કોલોની પડાણા ગામ વાળા  કોર્પોરેશન પ્રાઈવેટ કમ્‍પનીમાં બી-ર ઓફીસ, ગામ પડાણામાં ખુરશી ઉપર બેઠા બેઠા ચકકર ખાઈને પડી જતા  જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ આવેલ અને સારવાર કરનાર ડોકટર  તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

 

(3:28 pm IST)