Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા 20 એક્સમેનને નોટિસ વગર છુટા કરી દેવાતા હોબાળો : ભૂખ હડતાલની ચીમકી

જામનગર::જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા 20 એક્સમેનને નોટિસ વગર છુટા કરી દેવાતા હોબાળો મચ્યો છે. સિક્યુરિટી કર્મચારીઓએ એકત્રિત થઈ એકાએક છૂટા કરી દેવાતા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે. અને છૂટા કરવાના મુદ્દે હોસ્પિટલ અધિક્ષકને કર્મચારીઓ રજુઆત કરવા પહોંચ્યા છે જ્યાં રજૂઆત કરવામાં આવી રહી છે કે, કારણદર્શક નોટિસ વગર છુટા કરેલા કર્મચારીઓને ફરજ પર પરત નહિ લેવાય તો ભૂખ હડતાલની ચીમકી પણ એક્સ આર્મીમેનને ઉચ્ચારી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(2:26 pm IST)