Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કેશોદના ઘેડ પંથકમાં મોકળુ મેદાન તસ્કરોએ ત્રણ જગ્યાએ હાથફેરો કર્યો

(કમલેશ જોષી - કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧: કેશોદ તાલુકાનાં ઘેડ પંથકમાં આવેલ બાલાગામ ઈન્દ્રાણા ગામમાં ત્રણ સ્થળોએ તસ્કરોએ નિશાન બનાવી કુલ રૃપિયા ૨,૯૪,૦૦૦નાં સોનાના દાગીના,રોકડ રકમ અને એક મોટરસાયકલ ઉઠાવી નાશી છુટતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કેશોદ તાલુકાનાં ઈન્દ્રાણા ગામે રહેતા વલ્લભભાઇ લાલજીભાઇ આસોડીયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ અજાણ્યાઙ્ગ માણસોએ રહેણાંક મકાનનાં તાળા તોડી પ્રવેશ કરી કબાટનાં લોક તોડી તેમાંથી સોના-ચાંદીનાં દાગીના કુલ રૃા. ૨,૫૩,૦૦૦ તથા બાલાગામ ગામે મેઈન બજારમાં દુકાન ધરાવતાં ગોવિંદભાઇ કોળીની કરીયાણાની દુકાનનાં તાળા તોડી રોકડ રૃા. ૧૧,૦૦૦ તથા માલ સમાન અને પરબતભાઇ કોળીનું ખુલ્લામાં રાખેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નંબર જીજે-૧૧-બીએલ-૮૪૯૫ કિંમત રૃા. ૩૦,૦૦૦ મળી કુલ રૃપીયા ૨,૯૪,૦૦૦ ની ચોરી કરી લઇ જતા તસ્કરોને ઝડપી પાડવા કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર બી. બી. કોળી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:18 pm IST)