Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કેશોદના કેવદ્રામાં સ્વ. મહેશકુમાર એન્ડ મનોજકુમારના સ્મરણાર્થે શુક્રવારથી રાત્રિ ક્રિકેટ પ્રકાશ ટુર્નામેન્ટ

(કિશોરભાઈ દેવાણી,કમલેશ જોશી દ્વારા) કેશોદઃ કેશોદના કેવદ્રાના રામદેવપીર મંદિરના ગ્રઉન્ડ પર  કેશોદ ક્રિકેટ ગ્રુપ દ્વ્રારા સ્વ. મહેશકુમાર, મનોજકુમાર પૂજાભાઈ બોદરના સ્મણાર્થે ૪થી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ૨૦૨૨નું આયોજન  કેવદ્રા મુકામે આયોજન કરેલછે. જેનો શુભારંભ તા.૨/૪/૨૦૨૨ ને શનિવારના રોજ સાંજે ૭/૩૦ કલાકે માનનીય ધારાસભ્ય શ્રી અને રાજ્ય ના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ ના હસ્તે પ્રારંભ કરવા માં આવશે.તેમાં ગામના સરપંચ રમાબેન વાલજીભાઈ લાડાણી તથા માજી ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ લાડાણી પૂજાભાઈ બોદર નરેન્દ્રભાઈ દેત્રોજા તાલુકા પચાયત પ્રમુખશ્રી તથા અતુલભાઈ ઘોડાસરા, જિલ્લા પચાયત ચેરમેન જયેશ ભાઈ લાડાણી, હરદેવસિંહ રાયજાદા, પ્રવીણભાઈ બોરીચા તથા ગ્રામ જનો હાજર રહેશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૫ દિવસ ચાલશે તેમાં ટોટલ ૬૪ ટિમ ભાગ લેશે.જેમાં સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાંથી ટિમો ભાગ લેશે.ફાઇનલ વિજેતા ને આકર્ષક ૬ ફૂટ ઊંચી ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.દરરોજ મેનઓફ મેચ ને ટ્રોફી તથા ટીશર્ટ આપવામાં આવશે  તો દરેક ક્રિકેટ રસિકો એ હાજરી આપવા આ ટુર્નામેન્ટના આયોજકો રાજુભાઇ બોદર જીતુભાઇ વાઢીયા સંજયગીરી મેધનાથી જુનેદભાઈ શેખ તથા ડી.પી.સાંઈની  યાદી  જણાવે છે.

(1:16 pm IST)