Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબી જિલ્લામાં RTE હેઠળ બે દિવસમાં તંત્રને ૧૧૨૭ અરજી મળી, ૭૩૮ માન્‍ય રહી

૩૬ અરજીઓ ક્ષતિના કારણે રિજેક્‍ટ ૩૨૫ અરજી પેન્‍ડિંગ

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧ :  RTE એકટ હેઠળ મોરબી જિલ્લામાં બે દિવસમાં ૧૧૨૭ અરજીઓ મળી છે. જેમાં ૭૩૮ અરજીઓ માન્‍ય રહી છે. જ્‍યારે ૩૬ અરજીઓ ક્ષતિના કારણે રિજેક્‍ટ થઈ છે. ૩૨૫ અરજીઓ પેન્‍ડિંગ રહી છે.

RTE  એકટ-૨૦૦૯ અન્‍વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્‍યે ધોરણ-૧ માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી -ાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્‍યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવા થયો છે. આ પ્રક્રિયા ૧૧ એપ્રિલ સુંધી ચાલવાની છે.  પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્‍તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. -વેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્‍યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. મોરબી જિલ્લામાં ય્‍વ્‍ચ્‍ એકટ હેઠળ ૨ દિવસમાં તંત્રને ૧૧૨૭ અરજીઓ મળી છે. જેમાં ૭૩૮ અરજીઓ માન્‍ય રહી છે. જ્‍યારે ૩૬ અરજીઓ ક્ષતિના કારણે રિજેક્‍ટ થઈ છે. ૩૨૫ અરજીઓ પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

(1:14 pm IST)