Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

માણાવદરમાં ટ્રેકટરની ચોરી કરનાર ૩ ઝડપાય:૪.૬પ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧:  માણાવદરમાં ટ્રેકટરની ચોરી કરનાર ૩ શખ્સોને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે.

માણાવદર ખાતે રહેતા ખીમાભાઇ બાવજીભાઇ છેલાણા રબારી રહે. માણાવદર વાળાનું એમ.એફ. કંપનીનું ર૪ર ડી.આઇ. ટ્રેકટર રજી. નં. જીજે-૧૧-બીઆર-૮૧પપ કિ. રૃા. ૪,૦૦,૦૦૦/- ચોરી જનાર બીમલ રાયમલભાઇ દેવદાનભાઇ ધ્રાંગા આહીર (ઉ.વ.૩ર) ધંધો.ખેતીકામ રહે. ભાલેચડા ગામ, રામ મંદિર બાજુની ગલીમાં તા. માણાવદર જી. જુનાગઢ.

અરવિંદ ઉર્ફે નવનીત સ/ઓ મોહનભાઇ ધોડાદરા કોળી (ઉ.વ.રપ) ધંધો, મજુરી રહે. ભાલેચડા ગામ, તા. માણાવદર જી. જુનાગઢ, સંદિપ ઉર્ફે લાલો સ/ઓ નાનજીભાઇ મનજીભાઇ અધેરા પટેલ (ઉ.વ.૩૪) ધંધો ખેતી રહે. ભાલેચડા ગામ, તા. માણાવદર જી. જુનાગઢને ટ્રેકટર લાલ કલરનું મેસી ફરગ્યુસન કંપનીનું ર૪૧ ડીઆઇ એન્જીન નં. એસ૩રપ.૧ એચ૯૭૯પ૧ તથા ચેસીસ નં. એમઇએ૯૭૯ર૧એચએચર૧પપ૧ર૬ કિ. રૃા. ૪,૦૦,૦૦૦/-, હીરો સ્પલેન્ડર પ્લસ કાળા કલરનું રજી. નં. જી.જે. ૧૧-સીજી-૪૩૩૪ ની કિ. રૃા. ૩પ,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૃા. ૩૦,૦૦૦/- કુલ કિ. રૃા. ૪,૬પ,૦૦૦/- સાથે ઝડપી લીધા છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો. સ.ઇ.ડી.જી. બડવા તથા એ.એસ.આઇ. વિ.કે. ચાવડા, પો. હેડ કોન્સ.યશપાલસિંહ જાડેજા, દેવશીભાઇ નંદાણીયા, જયદિપભાઇ કનેરીયા તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી વિગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.

(1:13 pm IST)