Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબીમાં પાર્કિંગમાં પડેલ કારમાંથી દારૂ અને બિયરનો જથ્‍થો પકડાયો

૩૩૬ બોટલ દારૂ, ૯૬ બિયર અને કાર સહિત ૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે : ચાલકની શોધ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી એ ડીવીઝન પોલીસે પંચાસર રોડ શિવધારા કોમ્‍પ્‍લેક્ષની સામે પાર્કીગમાંથી કાર માંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો ઝડપી પાડી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર શિવધારા કોમ્‍પ્‍લેક્ષની સામે સ્‍કોડા કાર જીજે ૨૭ કે ૩૩૩૫ શંકાસ્‍પદ હાલતમાં જણાતા તેની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૩૬ કીંમત રૂ,૧,૨૬,૦૦૦ તથા બીયર નંગ-૯૬ કીંમત રૂ.૯૬૦૦ તથા સ્‍કોડા કાર કીમત રૂ,૩,૦૦,૦૦૦ કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(2:35 pm IST)