Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જેતપુર તાલુકા પોલીસે કારનો પીછો કરતા ૧પ૬ બોટલ ઇંગ્લીશ દારૃ મળ્યોઃ ચાલક ફરાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ :.. તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સંકાના આધારે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી છૂટયો. તપાસ કરતા ૧પ૬ બોટલ ઇગ્લીશ દારૃ મળી આવ્યો.

તાલુકા પીઆઇ ટી. બી. જાની, પીએસઆઇ એ. એન. ગાંગણા તથા સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, વિજયસિંહ જાડેજા, હાર્દિકભાઇ ઓઝા, ચેતનભાઇ ઠાકોર, પ્રદિપભાઇ આગરીયા, રાજૂભાઇ મકવાણાને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ખારચીયા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હોય સફેદ કલરની સ્વીફટ કાર નં. જીજે-૦૩-એલએમ ૪૩૩૮ પસાર થતા શંકાના આધારે રોકવાનું કહેતા કાર ચાલક નાસી છૂટેલ જેથી પોલીસે તેનો પીછો કરતા શહેરના બાપુની વાડીમાં ખોડીયાર પાન વાળી ગલીમાં રેઢી મુકી નાસી છૂટેલ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૃની બોટલો નંગ ૧પ૬ કિ. રૃા. ૯૩,૬૦૦ નો મળી આવતા દારૃ તેમજ કાર મળી કુલ રૃા. ૪,૯૩,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ.

(1:13 pm IST)