Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

તુ ચડામણી કેમ કરે છે ? મોરબીના શકિતનાબેનને બે મહિલાએ માર માર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબીના કાન્‍તીનગરમાં જુબેદા મસ્‍જીદ નજીક મહિલાને બે મહિલા સહિતનાએ સામાન્‍ય બાબતે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાન્‍તીનગરમાં જુબેદા મસ્‍જીદની પાછળ રહેતા શકીનાબેન હનીફભાઈ ભરેર (ઉ.૩૦) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહિલા મુમતાઝબેન સીદીકભાઈ એ ખેરૂનબેનને કેમ ચડામણી કરે છે તેમ કહીને ફરિયાદી શકીનાબેનને આરોપી મુમતાઝબેન સીદીકભાઈ, મહેરૂનબેન હનીફભાઈ એ ગાળો આપી બાદમાં આરોપી મુમતાઝબેન સીદીકભાઈ, મહેરૂનબેન હનીફભાઈ અને અફઝલભાઈ ઇન્‍દ્રીશભાઈ શેખ અને સગીર એ ઢીકાપાટુનો માર મારી આરોપી અફઝલભાઈએ લાકડી વડે માર મારતા માથામાં અને હાથમાં ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)