Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સરકારી બાબુઓના ચેમ્બર્સ-કચેરીઓમાંથી એરકન્ડીશનર ઉતારી લ્યો.. જગતના તાતને પુરતો વીજ પુરવઠો મળી રહેશેઃ ટીમ ગબ્બરનું વીજ કરકસરનું સરકારને અનોખુ સુચન

અપૂરતા વીજ પુરવઠાની ત્રસ્ત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને ટીમ ગબ્બરની બેધડક-આક્રમક-ધારદાર રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧: પ્રજાકિય પ્રશ્નો સતત ઉજાગર કરતી લડાયક સંસ્થાઙ્ગ 'ટિમ ગબ્બર'ના કાંતિ એચ. ગજેરા એડવોકેટ તથા વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,ઉર્જા મંત્રી,વિકાસ કમિશ્નર, તમામ જિલ્લા કલેકટરો વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વીજ કટોકટી ઉભી થયેલ અને સમગ્ર ગુજરાતમાં આ બાબતે રજૂઆતો થઈ રહી છે અને સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવા છતાં પણ વીજ કટોકટીનું કોઈ પણ પ્રકારનું નિવારણ લાવી શકાયું નથી ત્યારે વિવિધ અધિકારીઓના પરિપત્ર મુજબ હાલમાં પણ અનેક સરકારી કચેરીઓમાં પૂરતા પ્રમાણમાં પંખા હોવા છતાં અમુક સરકારી કચેરીઓમાં પંખા સાથે એ.સી.નો પણ ઉપયોગ કરી વધારાનો સરકારી ખર્ચ ઉત્પન્ન કરે છે અને વીજળીનો બિનજરૃરી ઉપયોગ થઈ રહ્યો છે અને તેવા બિનજરૃરી વપરાશના કારણે સરકારને મોટા બિલો ભરવાનો ખર્ચ પણ થઈ રહ્યો છે આવા સંજોગમાં જગતના તાત ખેડૂતો પોતાના ખેતીમાં ઉપયોગ વીજળી વગર રહેવું પડે છે જેથી આ સમસ્યાના હલ માટે તમામ સરકારી કચેરીઓમાં આવેલ સરકારી બિલ્ડીંગમાં હેવી સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવે તો વીજ ઉત્પાદન થઈ શકે અને વીજ કટોકટી પણ દૂર થઈ શકે આ માટે તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓમાં તથા અધિકારીઓની ચેમ્બરમાં આવેલ એ.સી.ઉતારી લેવામાં આવે વિકલ્પે અધિકારી પોતાના નામનું અલગ વીજ મીટર લઈ એ.સી. વાપરે અથવા તેમના પગાર માંથી વીજ બિલ ભરે તેવો આદેશ કરવા ટીમ ગબ્બરના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું છે.

રૃ.૧૨૫૮૬ લાખના રોડ રસ્તા મંજુર

વિસાવદર-ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના રસ્તા માટે રૃ.૧૨૫૮૬ લાખના રોડ રસ્તા મંજુર કરાવ્યા છે.વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમા આટલી મોટી રકમ મંજુર કરાવતા લોકોમાંઙ્ગ આનંદની લાગણી વ્યાપી છે.

આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા

વિસાવદર શહેર આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.વિસાવદર શહેર આમ આદમીપાર્ટી દ્વારા તિરંગા યાત્રા સાથે રેલી યોજાઈ હતી જયા પંજાબ જીત ની ખુશીને વ્યકત કરવામાં આવી હતી, આમ આદમી પાર્ટી ની જીતની ઉજવણીની સાથે વિસાવદરના સરદાર ચોકથી સરદાર વલ્લભ ભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરીને તિરંગા યાત્રાની શરૃઆત કરવામાં આવી હતી.આ તિરંગા યાત્રા ભારત દેશવાસીઓની તિરંગા પ્રત્યેની ભાવના ઉજાગર કરવા અને દેશનો રાષ્ટ ધ્વજનુ હમેશા સન્માન કરવા માટે આયોજન કરવામાં આવેલ હતુ.યાત્રા સરદારચોક થી જુના બસ્ટેન્ડ ચોક સુધીની તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી,ઙ્ગ જુના બસ્ટેન્ડ ચોકમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાંને હારતોરા કરીને પૂર્ણ કરવામાં આવી હતી.જેમાં શહેર પ્રમુખ અનિલભાઇ માલવિયા રેનીશ સોજીત્રા, ડો હિતેશ વધાસિયા વિસાવદર વિધાનસભા પ્રભારી તેમજ દક્ષાબેન મકવાણા તેમજ આમ આદમી પાર્ટીના શહેર તેમજ તાલુકાનાકાર્ય કરો તિરંગા યાત્રામા જોડાયા હતા.

તાલીમ શિબિર સંપન્ન

વિસાવદર તાલુકાની આંગણવાડી બહેનોને મુકતાનંદ બાપુ પ્રેરિત આનંદધારા પ્રોજેકટ અને ભાવનગરના શિશુવિહાર સંસ્થા દ્વારા ચાંપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામમાં પ્રાર્થના હોલમાં આંગણવાડી સંચાલન અને બાળ શિક્ષણ વિષય પર એક દ્વિસની તાલીમ આપવામાં આવી હતી. 

(1:09 pm IST)