Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

માનસિક અસમર્થ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પલાસવાનો શખ્સ હાથવેંતમાં

જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧:  માનસિક અસમર્થ યુવતી પર બળાત્કાર ગુજારનાર  જુનાગઢના પ્લાસવાનો શખ્સ પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામનો મનસુખ ભોવાન પરમાર એક માનસિક અસમર્થ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને ગર્ભવતી બનાવી દીધી હતી.

આ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા જુનાગઢ તાલુકા પીએસઆઇ પી.વી.ધોકડીયાએ ત્વરીત તપાસ હાથ ધરી હતી.

પી.એસ.આઇ. શ્રી ધોકડીયાએ જણાવેલ કે નરાધમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે અને હાથવેંતમાં છે.

(1:07 pm IST)