Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબીમાં બોગસ સાટાખત ઉભુ કરવાના મામલે કોર્ટ દ્વારા પોલીસને રિપોટ કરવા આદેશ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૧ : મોરબીમાં બોગસ સાટાખત ઉભું કરી દાવો કરનાર ઇસમ વિરુદ્ધ મોરબી ચીફ જ્‍યુડી. કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસને રીપોર્ટ કરવા અદાલતે હુકમ કર્યો છે

 જે કેસની મળતી વિગતો પ્રમાણે રવાપર ગામના રહીશ પરબત નાનજી પરમારની મોરબી જીલ્લાના વજેપર ગામના ખાતા નં ૧૦૮૬ થી સર્વે નંબર ૧૦૯૬/૧ પૈકી ૪ ની ખેતીની જમીનમાં સંયુક્‍ત માલિક હતા જે જમીન તળપ્તિબેન મહેશભાઈ કુંડારિયાને કુલ કીમત રૂ ૧,૭૦,૨૭,૧૦૦ પુરામાં વેચાણ આપેલ જેનો દસ્‍તાવેજ તળપ્તિબેનને દસ્‍તાવેજ કરી આપેલ ખેતીની જમીન તળપ્તિબેનના નામે રેવન્‍યુ રેકોર્ડમાં ચડાવવા માટે રજુ કરતા આરોપી કિશનભાઈએ તેના પિતા ગુજ. નરશી ટપુભાઈ અગેચણીયાએ સોદાખત કરેલ છે તેવું જણાવી વારસાઈ દરજ્જે એન્‍ટ્રી સામે વાંધાઓ લીધેલ હતા

 ફરિયાદીને જાણમાં આવેલ કે કિશનભાઈ કે ગુજ. નરશી ટપુભાઈ અગેચણીયા દ્વારા કોઈ બોગસ સાટાખતનો દસ્‍તાવેજ ઉભો કરી ફરિયાદી પાસે ખોટી રીતે પૈસા પડાવવા મામલતદાર મોરબી સમક્ષ વાંધાઓ દાખલ કર્યા છે જે વાંધાઓ નામંજૂર થતા મોરબી પ્રિન્‍સીપાલ સીનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં સ્‍પે. દી. મુ.નં ૫/૨૦૨૨ થી કરાર પાલનનો દાવો દાખલ કરેલ અને કરાર પાલનની નોટીસ મળતા ફરિયાદીને દાવાની નકલ અને દાવા સાથે રજુ રાખેલ દસ્‍તાવેજો જેમાં સોદાખત સામેલ હતું તે સોદાખતમાં ફરિયાદી પરબતભાઈ અને સાહેદ દયારામભાઈના સહી કે અંગુઠાઓ ન હોય બોગસ દસ્‍તાવેજ ઉભો કરેલ હોય જે ધ્‍યાનમાં આર્વતા મોરબીના નામદાર ચીફ જ્‍યુડી. મેજી સાહેબની કોર્ટમાં આરોપીઓ કિશન નરશીભાઈ અગેચણીયા, હાર્દિક હરેશભાઈ જકાસણીયા. હરેશ નારાયણભાઈ જ્‍કાસણીયા,  હરેશ ઉર્ફે મુકેશ એમ સોનગ્રા અને મોરબીના નોટરી વકીલ ડી એમ પારેખ તેમજ જે ડી અગેચણીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ.

 જે ફરિયાદની ગંભીરતાને ધ્‍યાને લઈને મોરબીના બીજા ચીફ જ્‍યુડી. મેજી. પી બી નાયક દ્વારા ફરિયાદ સ્‍ટે કરી પોલીસે ફરિયાદમાં શું કાર્યવાહી કરી છે તે અંગે સીઆરપીસી કલમ ૨૧૦ અન્‍વયે રીપોર્ટ કરવા હુકમ કરેલ છે જે કેસમાં ફરિયાદી પરબતભાઈ નાનજીભાઈ પરમાર તરફે વકીલ ક્રિપાલસિંહ આર જાડેજા રોકાયેલ હતા.

(1:06 pm IST)