Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબીની વાવડી ચોકડી નજીક ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગી

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.  ૧: મોરબી શહેરની વાવડી ચોકડી નજીક આવેલ ગૌશાળાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી અને કણબના જથ્‍થામાં આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહ્યા છે

 બનાવની ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ વાવડી ચોકડી પાસે આવેલ સતનામ ગૌશાળામાં આગ લાગી છે બપોરે ૩ વાગ્‍યાના અરસામાં મોરબી ફાયર ટીમને કોલ મળતા ફાયર ટીમ દોડી ગઈ હતી ગૌશાળામાં આવેલ કડબના ગોડાઉનમાં આગ લાગતા મોરબી ફાયર ટીમ સતત ત્રણ કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા મથામણ કરી હતી.

 આગ ગોડાઉનમાં લાગી છે જેથી ગૌશાળામાં રહેલી ગાયને કોઈ નુકશાન થયું નથી જોકે કડબનો મોટો જથ્‍થો બળીને ખાખ થતા નુકશાન થયાની માહિતી મળી રહી છે.

(1:04 pm IST)