Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પ્રેમસંબંધ મામલે ભાઇએ ઠપકો આપતા મોરબીના મંજુબેન વસુજાયાનો આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧: મોરબીના જેતપર રોડ પર સિરામિકની મજુર ઓરડીમાં પરિણીતા એ ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર ઇનટાઈસ્‍સ સિરામિકની મજુર ઓરડીમાં રહેતા મંજુબેન ચંદુભાઈ વસુંનિયાએ પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્‍યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ એમ આર ગામેતી ચલાવી રહ્યા છે તપાસ અધિકારી એમ આર ગામેતી પાસેથી પ્રાથમિક માહિતી મળી હતી કે મૃતક મંજુબેનને પ્રેમ સંબધ હોય અને તેનો ભાઈ જોઈ જતા ઠપકો આપતા લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું હતું. 

(1:03 pm IST)