Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખપદે ગોવિંદભાઇ ડઢાણીયા, ઉપપ્રમુખ તરીકે હરેશભાઇ હેરભા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા., ૧:  ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘની મુદત પુરી થતા તમામ સભ્‍યો જયેશભાઇ રાદડીયાના સમર્થનમાં બીનહરીફ થયેલ અને પ્રમુખ -ઉપપ્રમુખની નિમણુંકમાં ખેડુત નેતા જયેશભાઇ રાદડીયાનો હાથ ઉપર રહેલ અને મામલતદાર કે.ટી.જેલપરાની અધ્‍યક્ષતામાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ગોવિંદલાલ પી.ડઢાણીયા (બાવ સાહેબ તથા ઉપપ્રમુખ તરીકે હરેશભાઇ હેરભાની વરણી થયેલ આ તકે આર.ડી.સી. બેંકના યુવા ડીરેકટર લલીતભાઇ રાદડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન હરકીશનભાઇ માવાણી, આર.સી.ભુત, હરસુખ ટોપીયા, વિરલ પનારા, ધીરૂભાઇ બાબરીયા, જીતુભાઇ ડઢાણીયા, મનસુખભાઇ વૈષ્‍ણવ, જગદીશભઇ અધડુક, નાથુભા જાડેજા, કાંતીભાઇ જાગાણી, છગનભાઇ સાવલીયા રાજુભાઇ ડાંગર, સહીતના હાજર રહી શુભેચ્‍છાઓ આપેલ હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખને હારતોરા કરી શુભેચ્‍છાઓ આપેલ  હતી આ કાર્યવાહીમાં સંઘના યુવા મેનેજર મીલનકુમાર વોરા કાર્યવાહીમાં મદદગારીમાં રોકાયા હતા.

(1:03 pm IST)