Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પોરબંદરમાં પોણા બે કિલો ગાંજો ઝડપાયો

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧: ઠક્કર પ્‍લોટમાં  એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને પોલીસે ઇબ્રાહીમ ઉંમરભાઇને ૧ કિલો ૭૭૦ ગ્રામ ગાંજો કિ.રૂા.૧૭,૭૦૦ના સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહા નિરીક્ષક  મનીન્‍દર પ્રતાપસિંગ પવાર  તથા પોરબંદર જિલ્લામાં પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની  દ્વારા આપેલ સુચના અન્‍વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એન.રાઠવાના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. ડી.બી.રાઠોડ તથા ડી.સ્‍ટાફના પો.સબ ઇન્‍સ. બી.એસ.ઝાલા તથા સ્‍ટાફના હેડ કોન્‍સ. એચ.એમ.આગઠ તથા વી.આર.ઝાલા તથા એલ.એન.ઓડેદરા તથા પો.કોન્‍સ. અરવિંદભાઇ શામળા તથા જીતુભાઇ દાસા તથા ભીમાભાઇ ઓડેદરા તથા ડ્રા.પો.કો. હિરેનભાઇ જોષીએ પો.કોન્‍સ. જીતુભાઇ દાસાની બાતમી આધારે ઇબ્રાહિમ ઉમરભાઇ લાખા રહે. ઠક્કર પ્‍લોટ, પાવરીયા શેરી,ચુનાના ભઠ્ઠા પાસે, પોરબંદર વાળાની ઘરે જરૂરી રેઇડ કરતા ઇબ્રાહીમના ઘરેથી  ૧ કિલો ૭૭૦ ગ્રામ કિ.રૂ.૧૭,૭૦૦/- નો વનસ્‍પતીજન્‍ય સુકો ગાંજો મળી આવેલ.

એફએસએલ અધિકારી ડી.ડી.બકરાણીયા મારફતે જરૂરી ખાતરી કરતા પકડાયેલ પદાર્થ ગાંજો જ હોય આરોપીને ગાંજાના જથ્‍થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(2:35 pm IST)