Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પોરબંદર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદેદારોની નિમણુંકો

પોરબંદર, તા., ૧: ન્‍યુ દિલ્‍હી અખિલ ભારતીય કોળી સમાજ પોરબંદર જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે.

મહિલા એડવોકેટ જીલ્લા કોળી સમાજના મહિલા પ્રમુખ અને નોટરી હેતલબેન પુંજાભાઇ વાજાની ન્‍યુ દિલ્‍હી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ગુજરાત રાજયના મંત્રી તથા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશના સહ પ્રભારી તરીકે નિમણુંક થતાં ગુજરાત સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કોળી સમાજમાં અભિનંદન વર્ષા થઇ છે.

ન્‍યુ દિલ્‍હી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા પોરબંદર જીલ્લા કક્ષાના હોદાઓની વરણી કરવામાં આવી છે. જેમાં કાળુભાઇ (શાંતીભાઇ) માલદેભાઇ ભુવાની જીલ્લાના પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કેશુભાઇ એલ.બાલસ, રમેશભાઇ ગાંગાભાઇ વાજા, મંત્રી તરીકે દેવશીભાઇ ધનાભાઇ કરગટીયા, મહામંત્રી તરીકે પ્રફુલભાઇ કરશનભાઇ બગીયા, ખજાનચી તરીકે પ્રફુલભાઇ પરસોતમભાઇ મકવાણા, કારોબારી સભ્‍ય તરીકે રમેશભાઇ લાખાભાઇ ડાભી, લખમણભાઇ નાગજીભાઇ ભુવાની નિમણુંકની વરણી કરાઇ છે.

જીલ્લા યુવા પ્રમુખ તરીકે લાખાભાઇ હીરાભાઇ મોકરીયા, ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ ભીખુભાઇ રાઠોડ, મંત્રી તરીકે હરીશભાઇ ભીમાભાઇ ભુવા, મહામંત્રી તરીકે પ્રવીણભાઇ ભીખુભાઇ ડાભી, તેમજ જીલ્લા મહિલા પ્રમુખ તરીકે હંસાબેન ગીરીશભાઇ મોકરીયા, ઉપપ્રમુખ રેશ્‍માબેન કેશુભાઇ વાઘેલા અને મહામંત્રી તરીકે રમાબેન રામભાઇ બગીયાનો સમાવેશ કરવામાં આવેલ છે.

(1:01 pm IST)