Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જાફરાબાદ સામાકાંઠે રૂા.૪ લાખની માછીમારીની જાળ ચોરાઇઃ ૧૧ સામે ફરીયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧: જાફરાબાદ સામાકાંઠે લાલબતી વિસ્‍તારમાં નયનાબેન વિક્રમભાઇ બારૈયા ઉ.વ. ૪૭ હાલ રાજુલા વાળાની તેમના ઘર સામે આવેલા મેડા ઉપરથી તેમની માલિકીની માછીમારીની જાળ રૂ. ૪,૦૦,૦૦૦/ની કિંમતની અબ્‍દુલરહેમાન ઈશાભાઈ ચૌહાણ રહે. નવા બંદર તા.ઉના તેમજ ઇરફાનથાઇ બાબા કાટુનભાઇ સહિત ૮ અજાણ્‍યા શખ્‍સો ચોરી કરી લઈ ગયાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લાઠીના મતીરાળામાં પ્રોઢ ઉપર હુમલો

લાઠી તાલુકાના મતીરાળામાં જરખીયા ગામના હરેશભાઇ ધીરૂભાઇ કાકડીયા ઉ.વ.૪રને મયુર ભીમાભાઇ, રમેશ રામભાઇ ગરણીયા ઓફીસે આવી ફોનમાં મારા બાપુજી સાથે શુ બોલાચાલી કરે છે. તેવું જણાવી માર મારી ધમકી આપ્‍યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાઠીમાં સગીરાને ભગાડી જવાઇ

લાઠીમાં રહેતી સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી બદઇરાદે તેજ ગામના જય રાજુભાઈ મકવાણા ભગાડી ગયાની સગીરાના પિતાએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. !

બાબરાના તાઈવદરમાં ૩૧ બોટલ ઈગ્‍લીશ દારૂ ઝડપાયો !

બાબરા તાલુકાના તાઈવદર ગામે કાળુભાર નદીના કાંઠે કનુભાઇ ખાચરની વાડી પાસે નદીના કાંઠા પાસે આવેલ ખરાબામાં હે.કોન્‍સ. રજનીકાંત પાનસુરીયાએ ૩૧ બોટલ ઈગ્‍લીશ દારૂ રૂ. ૧૧,૬૨૫/- નો મુદામાલ કબ્‍જે કરેલ. જયારે રેઈડ દરમિયાન આરોપી દિલીપ ધીરૂભાઈ ખાચર હાજર મળી આવેલ નહીં.

(2:35 pm IST)