Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

‘મોંઘવારી મુકત ભારત અભિયાન' અંતર્ગત અમરેલી સહિત જિલ્લાભરમાં મોંઘવારી વિરૂધ્‍ધ સુત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શન

ચૂંટણી સમયે સસ્‍તી અને ચૂંટણી બાદ મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર વિરૂધ્‍ધ : અમરેલી, સાવરકુંડલા, બગસરા સહિત તમામ તાલુકાના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા કોંગી આગેવાનોએ મોંઘવારી વિરૂધ્‍ધ સીલીન્‍ડરને પુષ્‍પાંજલી આપી વિરોધ નોંધાવ્‍યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧ : હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે આ ભાજપા સરકારે પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં ૧૩૭ દિવસ યથાવત રાખવામાં આવેલ હતો. ત્‍યાર બાદ ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્‍યંત અસંવેદનશીલ અને સરમુખત્‍યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રભં છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અઘ્‍યક્ષા આદરણીય શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા નવી દિલ્‍હી ખાતે રાખેલ બેઠક દરમ્‍યાન, પેટ્રોલ - ડિઝલ - ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્‍યક જીવન જરૂરી ચીજવસ્‍તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્‍યક્‍ત કરવા સમગ્ર ભારતમાં ‘મહંગાઈ મુક્‍ત ભારત અભિયાન'નું આયોજન કરેલ છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની સૂચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્‍યા, જગદીશભાઈ તળાવીયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ પંડ્‍યા, સોશિયલ મીડિયા પ્રદેશ ઉપપ્રમુખશ્રી શરદભાઈ મકવાણા, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી વિપુલ પોકિયા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ કમાણી, અમરેલી તાલુકા અનુ. મોરચાના પ્રમુખ શ્રી જે.બી. મકવાણા, અમરેલી તાલુકા અનુ. મોરચાના મહામંત્રી રાજુભાઈ સોલંકી સહિત ના આગેવાનો એ આજે અમરેલી ખાતે વધતી જતી મોંઘવારી, ગેસ, પેટ્રોલ, ડીઝલ ના ભાવવધારા સામે ગેસના બાટલાને પુષ્‍પાંજલિ અર્પણ કરી, સરકાર ના મોંઘવારી વધારતા જન વિરોધી કાર્યવાહી સામે  વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ત્‍યારે બગસરા શહેર કોંગ્રેસ સમિતિ તથા વેપારીઓ દ્વારા મહેગાઈ મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર, બગસરા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ હુસેન હૈદરા, દંડક અનિલ શેખ, કાર્તિક હીરપરા મંત્રી, વિગેરે શહેરના કોંગ્રેસના હોદેદારો તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે સૂત્રોસાર કર્યા હતા, આ મોંઘવારીના વિરોધમાં જિલ્લા ઉપપ્રમુખશ્રી હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, પૂર્વ જી.પં.ઉપપ્રમુખશ્રી હાર્દિકભાઈ કાનાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહી રસ્‍તા ઉપર ટ્રાફીક જામ કરી ભાજપ વિરોધી અને મોંઘવારી વિરોધી નારા લગાવ્‍યા હતા.

(12:56 pm IST)