Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

અમરેલી નાગરિક સહકારી બેન્‍કે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા. ૩.૩૦ કરોડનો નફો કર્યો

બેંકીગ કામકાજનો પર્યાય એટલે અમરેલી નાગરિક સહકારી બેંક : ચાલુ વર્ષે બેંકે દરેક ક્ષેત્રે મેળવેલ અનન્‍ય સિધ્‍ધીઓ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૧ :  નાગરિક સહકારી બેંકે વર્ષઃ ર૦ર૧-રર માં બેંકીંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ પુરી પાડવાનો હરહંમેશ પ્રયત્‍ન રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની પ્‍ંણુશશ્રફૂ ખ્‍ષ્ટષ્ટશ્રશણર્ૂીદ્દશંઁ દ્વારા ય્‍વ્‍ઞ્‍લ્‍/ફચ્‍જ્‍વ્‍ તથા ત્‍પ્‍ભ્‍લ્‍ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં ચ્‍-ઘ્‍ંળળ, શ્‍ભ્‍ત્‍ અને ગ્‍ગ્‍ભ્‍લ્‍ની સેવા ચાલુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે પ્‍શતતણર્ૂીશ્રશ્ર ખ્‍શ્રફૂશ્વદ્દની સેવા ચાલુ છે જેનાદ્વારા ગ્રાહક પોતાના ખાતામાં રહેલ બેલેન્‍સ લ્‍પ્‍લ્‍ દ્વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઈલ નંબરઃ ૯૯૦૯૯૨૭૩૧૦ રાખવામાં આવેલ છે.

તારીખઃ ૩૧-૦૩-ર૦રર ના રોજ બેંકની થાપણ રૂા.૧૬૮.૭૧ કરોડ છે. તારીખઃ ૩૧-૦૩-ર૦રર ના રોજ બેંકનું ધિરાણ રૂા.૭૧.૦૦ કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકનો નફો રૂા. ૩.ર૦ કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે રૂા. ૧૦.૦૦ લાખનો વધારો થતા નફો રૂા. ૩.૩૦ કરોડનો થયેલ છે. આમ ચાલુ વર્ષ દરમ્‍યાન બેંકે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે. બેંક દ્વારા સભાસદોને ૧પ% ડીવીડન્‍ડ તેમજ સભાસદોને આકર્ષક ભેટ આપવામાં આવશે.

ચાલુ વર્ષે પણ બેંકની બંને બ્રાંચો ચિતલ શાખા તથા માર્કટયાર્ડ બ્રાંચ, ફતેપુરે નફો કરેલ છે. બેંકો માટે માથાના દુઃખાવા સમાન રીકવરી હોય છે. જેથી એન.પી.એ. વધતા જતા હોય છે. પરંતુ અમરેલી નાગરિક સહકારી બેંક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પુર્વ ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર શ્રી અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ર૦ માં વર્ષે નેટ એનપીએ ૦% અને ગ્રોસ  એનપીએ  ૩.૪૦ % જાળવીને છેલ્લા પ૮ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો અને ખેડૂતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્‍વાસ બેંકે જાળવી રાખેલ છે.

આમ અમરેલી નાગરિક સહકારી બેંક માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતા સમાજને ઉપયોગી બેંક બની છે. અને બેંકની ટીમ સમાજ પ્રત્‍યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેનશ્રી મનસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ડો. ધનજીભાઈ સાપરીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી પરેશભાઈ આચાર્ય, ડિરેકટરશ્રી પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના આસી.મેનેજરશ્રી દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસરશ્રી અજયભાઈ નાકરાણી તેમજ આસી. રીકવરી ઓફીસરશ્રી નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્‍ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

(12:55 pm IST)