Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગોંડલના નિખિલ દોંગા સહિત ૧૪ વિરૃધ્ધ ગુજસીટોક કાયદા હેઠળ તહોમતનામું ફરમાવતી કોર્ટ: જેલરની ગેરવર્તણુકની કોર્ટે નોંધ લીધી

આજીવન કેદની સજાને પાત્ર ગંભીર ગુનામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમસ એકટની વિવિધ કલમો હેઠળ રાજકોટની ખાસ અદાલતમાં આરોપીઓ સામે કેસ ચાલશે

રાજકોટ,તા. ૧:ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા અને તેના ૧૪ સાગરીતો સામે ગુજસીટોક કાયદા હેઠળ આજીવન કેદની સજાને પાત્ર કલમો હેઠળ તહોમતનામુ ખાસ અદાલતે ફરમાવેલ છે.

ગોંડલ વિસ્તારના નામચીન નિખીલ દોંગા  અને તેના ૧૪-સાગરીતો સામે ગુજરાત કટ્રોલ ઓફ ટેરે રીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ કાઈમસ એકટની વિવિધ કલમો ૩,૪,૫ અને ૨૩ તથા ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો તહોમતનામુ ફરમાવી તા.૨૦/૦૪/૨૦૨૨ના રોજ પોતાના બચાવ માટે પોતાની પસંદગીના વકિલ રોકી લેવા રાજકોટની ખાસ અદાલતે તમામ આરોપીઓને સ્પષ્ટ સુચના આપેલ છે.

આ કેસની વિગત તેવા પ્રકારની છે કે, વર્ષ-૨૦૧૦ પહેલાથી ગોંડલ, જેતપુર અને વિરપુર વિસ્તારમાં પોતાની ગુનાહિત પ્રવૃતિઓ થકી સામાન્ય પ્રજાજન ઉપર ધાક જમાવી ઓર્ગેનાઈઝડ કાઈમસ કરી અનેક કેસોમાં સડોવાયેલ નિખીલ ઉફ નિકુજ દોંગા અને તેના ૧૪-સાગરીતો સામે

સહઆરોપી સામે ખુન, હત્યાની કોશિષ, જમીન પેશકદમી, ખડણી, ફોર્જરી તથા ગેરકાનુની હથિયાર ધારણ કરી ફાયરીંગ કરવા વિગેરેના ગુનાઓ સબબ ગુજસીટોક એકટ હેઠળ તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ ફરીયાદ નોધવામા આવેલ હતી.

આ ફરીયાદમા જણાવ્યા મુજબ મુખ્ય આરોપો નિખિલ દોંગા એ પોતાના સાગરીતો સાથે ગુન્ડાઓ આચરી 'યુઘ્ધ એજ કલ્યાણ' નામના બેનર હેઠળ નિર્દોષ લોકો ઉપર બળજબરી કરી તેઓની મિલકત પડાવવા વિગેરેનો ઉલ્લેખ કરવામા આવેલ હતો. તપાસના અતે ૩૦૦૦ પાનાનુ ચાર્જશીટ રજુ થતા જે તે વખતે ગોંડલ સબજેલમા જેલર તરીકે ફરજ બજાવતા ધીરૃભાઈ કરશનભાઈ પરમારએ ગોંડલ જેલમા નિખિલ દોંગા  અને તેના સાગરીતોને જેલમા પુરી સવલતો પુરી પાડી ગુનાહિત પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો કેસ રજુ કરવામા આવેલ હતો.

આ કેસના તમામ ૧૫-આરોપીઓને રાજકોટ, જામનગર, ભાવનગર,

સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, સુરત, બરોડા જેલોમા અલગ અલગ રીતે રાખવાનો હુકમ કરવામા આવેલ હતો. ગત તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ ખાસ અદાલતની સુચના મુજબ તમામ જેલરોને તેઓની જેલમા રહેલ આ કેસના કેદીઓને તહોમતનામુ ફરમાવવા માટે રજુ કરવાની લેખીત સુચના મોકલવામા આવેલ હતી. આ સુચના મુજબ ૯-આરોપીઓને રાજકોટ ખાસ અદાલતમા રજુ કરવામા આવેલ હતા અને નિખિલ દોંગા  સહીતના ૬-આરોપીઓને રજુ કરી શકાયેલ ન હોવાથી તેઓના જેલર સાથે વિડીયો કોન્ફરન્સથી આરોપીઓને હાજર કરી તમામ ૧૫- આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવવામા આવેલ હતુ.

તહોમતનામુ ફરમાવતી વખતે ખાસ અદાલતે ૪-પાનાનુ તહોમતનામુ તમામ આરોપીઓ રૃબરૃ આરોપીઓને સ્પષ્ટ રીતે સમજાય તે રીતે સ્પેશ્યલ જજે ખુદએ વાંચી, સંભળાવેલ હતું.આ રીતે વાંચી-સંભળાવ્યા બાદ અદાલતમા હાજર ૯-આરોપીઓને સહીઓ કરવાનુ કહેતા જેલર પરમારએ સહી કરવાનો ઈન્કાર કરી ખાસ અદાલત સાથે વિવાદીત વાર્તાલાપ કરેલ હતો તેમજ અન્ય સહઆરોપીઓએ તઢહોમતનામુ સમજયા વિના સહી કરેલ હોવાનો આક્ષેપ કરી તેઓને ઉશ્કેરવાની કોશિષ કરેલ હતી. આ વર્તણુકની ગંભીર નોધ લઈ ખાસ અદાલતે કેસ પ્રોસીડીગ્સમા વિસ્તારપુર્વક ઉલ્લેખ કરેલ હતો અને સહી ન કરવા માટે રજુ કરવામા આવેલ બહાનાઓ અને વિવાદો પણ નોંધવામા આવેલ હતા.

કાયદાની જોગવાઈ મુજબ કોઈ એક કેસના તમામ આરોપીઓ સામે એક જ દિવસે અને એક જ સમયે તહોમતનામુ ફરમાવવુ જરૃરી છે. આ કેસના ૧૫-આરોપીઓમાથી ૧૪-આરોપીઓએ ગુનો કબુલ ન હોવાનુ જણાવી તહોમતનામાનો ઈન્કાર કરેલ હતો અને હાજર આરોપીઓમાં ૮-આરોપીઓએ સહીઓ કરી આપેલ હતી. વિડીયો કોન્ફરન્સથી હાજર રખાયેલ નિખિલ દોંગા  સહીતના ૬-આરોપીઓ માટે જેલરને ઈ-મેઈલથી પ્લી-ફોર્મ મોકલી આપવાનો હુકમ કરવામા આવેલ હતો. આ સમયે હાજર આરોપી જેલર ધીરૃભાઈ કરશનભાઈ પરમારએ સહી કરવાનો ઈન્કાર કરતા તહોમતનામુ ફરમાવવાની કાર્યવાહી ઘોચમા પડેલ હતી. ખાસ અદાલતમા હાજર સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર અને જિલ્લા સરકારી વકિલશ્રી સજયભાઈ કે. વોરાએ ફોજદારી કાર્યવાહી સહિતાની કલમ-૨૩૦ ની જોગવાઈ ટાકી અરજી આપેલ હતી કે, કોઈ આરોપી પ્લી-ફોર્મમા સહી કરવાનો ઈન્કાર કરે તો આ કલમની જોગવાઈ મુજબ તેઓ સામે તહોમતનામુ ફરમાવાઈ ગયેલ કહેવાય અને ત્યારબાદ સાહેદોને બોલાવવાની આગળની પ્રક્રિયા શરૃ કરવા રજુઆત કરેલ હતી. આ રજુઆત સાથે સહમત થઈ ગુજસીટોકની ખાસ અદાલતના જજે તમામ ૧૫-આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવેલ હોવાનુ જણાવેલ છે. આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા હાજર રહેલ હતા.

(11:53 am IST)