Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

રતનપરમાં જુગાર -૩ ઝડપાયા : બેસ્ત્રી ફરાર

વઢવાણ : રતનપર શેરી નં.૮ મા રહેતી લાભુબેન હેમુભાઇ ગાંગડીયા બહારથી માણસો બોલાવી  જુગાર રમી રમાડી રહેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતા (૧) લાલજીભાઇ નરશીભાઇ કાલીયા ત.કોળી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે. પોપટપરા શેરી નં.૧ (૨) અરવિંદભાઇ કાનજીભાઇ પટેલ ઉ.વ.૪૭ ધંધો.દરજીકામ રહે.રતનપર સોમનાથ ચોક ભાનુભાઇ શુક્‍લની વાડી પાસે તા.વઢવાણ  (૩) હરેશભાઇ જીવરાજભાઇ નાયકપરા ચુ.કોળી ઉ.વ.૪ર ધંધો મજુરી રહે. પોપટપરા શેરી નં. વાળાઓ રૂ.૩૩.૪૦૦/ તથા મોબાઇલ નંગ૪ કિ.રૂ.૧૧,૦૦૦/ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૪,૪૦૦/ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ લીલા જેવા કલરનો શર્ટ તથા વાદળી કલરનુ જીન્‍સ પેન્‍ટ પહેરેલ રેખા આશીષ નામની બોયકટ વાળ રાખતી સ્ત્રી રેઇડ દરમ્‍યાન નાશી જઇ તેમજ લાભુબેન હેમુભાઇ ગાગડીયા રહે.રતનપર શેરી નં.૮ તા.વઢવાણ વાળી રેઇડ દરમ્‍યાન હાજર નહી મળી આવતા તમામ ઇસમો વિરૂધ્‍ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં (૧) એન.એચ.કુરેશી પો.સબ ઇન્‍સ જોરાવરનગર (૨) એ.એસ.આઇ ઘનશ્‍યામભાઇ ગોવિંદભાઇ (૩) એ.એસ.આઇ હંમદીપ વી મારવણીયા (૪) પોહેડ.કોન્‍સ જયદીપભાઇ પ્રભુભાઇ (૫) પો.કોન્‍સ સાહીલભાઇ મહમદભાઇ (૬) પો.કોન્‍સ કેસરીસિંહ અજીતસિંહ (૭) પો.કોન્‍સ મેહુલભાઇ રસીકભાઇ (૮) યુ.પો. કોન્‍સ આશાળા ભરતસિંહ એ રીતેના પોલીસ સ્‍ટાફના માણસો દ્વારા સદરહુ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

(11:37 am IST)