Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કચ્‍છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે બિપીન ગોરની વરણી : સતત ૨૮ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : કચ્‍છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળની સામાન્‍ય સભા મળી હતી, જેમાં છેલ્લા ૨૮ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત રહેલ બિપિનભાઇ ગોરની પુનઃ બે વર્ષ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી. જયારે અન્‍ય હોદ્દેદારોમાં મંત્રી તરીકે પરિતોષ જોશી, ઉપપ્રમુખ તરીકે સંજય રાઠોડ, સહમંત્રી તરીકે વિણાબેન ઢાલવાણી, ખજાનચી તરીકે કીર્તિ દરજીની વરણી કરવામાં આવી હતી.

જિ. પં. પ્રમુખ પારૂલબેન કારા, ઉપપ્રમુખ વણવી૨ભાઇ રાજપૂત, કારોબારી ચેરમેન મહેન્‍દ્રભાઇ ભગ ગઢવી, ત્રીજા વર્ગ કર્મચારી મંડળના રાજુભા જાડેજા, કર્મ જયવિરસિંહ જાડેજા, પ્રમુખના અંગત મદદનીશ અને વિજયભાઇ ગોર, ડ્રાઇવર મંડળના જયેશ સોલંકી, મહેશᅠ ગઢવી, પ્રતાપસિંહ જાડેજા, માનવજયોતના પ્રબોધ મુનવરે આ ટીમને શુભેચ્‍છા સાથે અભિનંદન પાઠવ્‍યા હતા. સામાન્‍ય સભામાં ભુજ, માંડવી, મુન્‍દ્રા, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, નખત્રાણા, નલિયા અને લખપતથી કર્મચારીઓ અને તાલુકા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓના પ્રશ્નો રજૂ કર્યા હતાં. મંડળના પ્રમુખ ગોરે પુનઃ તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સર્વ કર્મચારીઓનો આભાર માની સંગઠનને વધુ મજબૂત બનાવવા પણ ભાર મુક્‍યો હતો. સભાનું સંચાલન દાઉદ સમાએ કર્યું હતું.

(11:56 am IST)