Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભુજની પાલારા જેલમાં કેદીઓના અનશન : જેલ સ્‍ટાફ ઉપર ‘દબાણ' લાવવા ડખ્‍ખો

પ્રતિબંધિત ચીજવસ્‍તુઓની તપાસ બાદ કેદીઓ અને જેલ સ્‍ટાફ વચ્‍ચે ડખ્‍ખો : અનશનની ધમકી બાદ ફરિયાદની ચીમકી આપતા સમાધાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : રાજયમાં ખાસ જેલનો દરજ્જો ધરાવતી ભુજની પાલારા જેલમાં કેદીઓ અને જેલ સ્‍ટાફ વચ્‍ચે સર્જાયેલા ડખ્‍ખાએ ચર્ચા જગાવી છે. જોકે, હજી હમણાં જ મહિલા સેલમાંથી મોબાઈલ મળી આવ્‍યો હોવાની ઘટના તાજી જ હોઈ જેલ સ્‍ટાફ દ્વારા કેદીઓની તપાસ કરાયા બાદ પ્રતિબંધિત ચીજ વસ્‍તુઓ લઈ આવનાર કેદી સામે કાર્યવાહી કરવાના પગલે ડખ્‍ખો સર્જાયો હતો.
કોર્ટ કાર્યવાહી બાદ જેલમાં આવેલા કેદીઓની તપાસ દરમ્‍યાન એક નેપાળી કેદી પાસેથી બીડી, તમાકુ અને બ્‍લેડ મળી આવતાં તે જપ્ત કરાયા હતા. જેને પગલે આ કેદીના અંદર રહેલા અન્‍ય મળતિયા કેદીઓએ જેલ સ્‍ટાફ સામે દમનનો આક્ષેપ કરી ભૂખ હડતાળ સાથે ભોજનનો ત્‍યાગ કર્યો હતો.
જેમાં અન્‍ય કેદીઓ પણ જોડાતા માહોલ ગરમાયો હતો. જોકે, જેલ અધિકારી અને સ્‍ટાફ બન્નેએ મક્કમ રહીને અનશન નિયમ વિરુદ્ધ હોઈ ફરિયાદની ચીમકી ઉચ્‍ચારતા અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું અને કેદીઓએ ભોજન લીધું હતું.

 

(10:53 am IST)