Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

શ્રી કૃષ્‍ણ ભગવાને વૈકુંઠગમન કર્યુ તે દિવસે કાલે પ્રભાસક્ષેત્રમાં ગોલોકધામ ઉત્‍સવ ઉજવાશે

કલા સાધકો સંગીત - નૃત્‍ય ગાયનના ત્રિવેણી સંગમ સાથે સૂર આરાધના કરશે

(દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ - પ્રભાસપાટણ તા. ૧ : આજે તા.૧ના સાંજે ૭-૩૦ થી ᅠ‘પ્રભાસોત્‍સવ' કાર્યક્રમ સંસ્‍કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે ᅠઉજવાશે, કલાસાધકો સંગીત-નૃત્‍ય-ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં વિવિધ વૃંદો દ્વારા શિવ સ્‍તુતી નૃત્‍ય વિગેરેની પ્રસ્‍તુતી રજુ કરશે. ᅠઆ કાર્યક્રમ કાલે તા. ૨ના પ્રતિપદાના સુર્યોદય સુધી અવિરત શરૂ રહેશે, આ પાવન દિવસે સુર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામ માં પડતાની સાથે જ કાર્યક્રમ સ્‍થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે.ᅠ
ગોલોકધામ ખાતે તા. ૨/૪/૨૦૨૨ ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્‍ણુયાગ, પાદુકાપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાતઃᅠ કાલે ભગવાન શ્રી કૃષ્‍ણને પ્રીય ગોલોકધામ તીર્થમાં ધ્‍વજા રોહણથી ઉત્‍સવની શરૂઆત કરવામાં આવશે. શ્રી વિષ્‍ણુયાગ યજ્ઞ શ્રી વેજાણંદભાઇ વાળા પરિવારના યજમાન પદે યોજાશે. બપોરે દાઉજીએ જયાંથી પાતાળ લોક પ્રવેશ કરેલ તે ગુફા ખાતે પૂજન, સ્‍વામી જ્ઞાનાનંદ સરસ્‍વતીજી એ પ્રભાસમાં ચાતુર્માસ દરમ્‍યાન કરેલ શાષાોક્‍ત અભ્‍યાસ સાથે કરેલ કાલગણના મુજબ ૧૮ ᅠફેબ્રુઆરી ઇ.સ. ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુક્‍લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્‍થળેથી પોતાના સ્‍થુળ શરિરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિધુત સ્‍વરૂપે નિજધામ પ્રસ્‍થાન મધ્‍યાન્‍હેᅠ૨ᅠકલાકᅠ૨૭ᅠમીનીટ અનેᅠ૩૦ᅠસેકન્‍ડ સમયે કરેલ. આ સમયે પાદુકા અભિષેક, પૂજન -શંખનાદ-બાંસુરીવાદન પુષ્‍પાંજલી યોજાશે. સોમનાથ યુનિ. ના છાત્ર-છાત્રાઓ દ્વારા ગીતા મંદિરે સમુહ ગીતાપાઠ, સંસ્‍કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે રાસ-ગરબા, શ્રી કૃષ્‍ણ સંકિર્તન યોજાશે. તેમજ સાંજે શ્રી કૃષ્‍ણ ચરણપાદુકાજીની સહસ્ત્ર દિપો દ્વારા સમુહ આરતી યોજાશે. જેમનો લ્‍હાવો લઇ શ્રી હરિ-હરની કૃપા પ્રાપ્ત કરવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ છે.

 

(10:52 am IST)