Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ધોરાજી માનવ સેવા યુવક મંડળના સેવાભાવીઓ ભુપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાતે

ધોરાજી તા. ૧ :.. તાજેતરમાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
ધોરાજી સરકારી હોસ્‍પીટલ કમ્‍પાઉન્‍ડમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા કરાતી સેવાક્રીય પ્રવૃતિઓ જેવી મેડીકલ કેમ્‍પો રકતદાન કેમ્‍પો નિષ્‍ણાત - ડોકટરોને બોલાવી મેડીકલ સેવાઓ બીન વારસદાર મૃતદેહોની અંતિમવિધી, ઠંડા પાણીનું પરબ, સબવાહીની અને માત્ર ટૂંકા સમયમાં ર૮ ચક્ષુદાન કરેલ જેથી પ૬ વ્‍યકિતઓને નવી રોશની આપવામાં સહભાગી થયેલ અને હોસ્‍પીટલની બેસ્‍ટ કામગીરી ગાયનેક વોર્ડ આધુનીક ડાયાલીસીસ સેન્‍ટર, આરટીડીસીડી લેથ સહિતની આધુનિક સેવાઓ ધોરાજીને મળશે અને વધુ ડોકટરો અને સેવાનો લાભ મળે તે અંગે ચર્ચા વિચારણા કરેલ અને માનનીય મુખ્‍યમંત્રીશ્રીએ માનવ સેવા યુવક મંડળની કામગીરીને બીરદાવી હતી. આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા ધોરાજી પધારવા આમંત્રણ પાઠવેલ હતું.

 

(10:50 am IST)