Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઘેલા સોમનાથ મંદિર ખાતે સતાધારના મહંત પૂજય વિજયબાપુનું સ્‍વાગત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૧ : જસદણ નજીકના ઘેલા સોમનાથ ખાતે સતાધાર જગ્‍યાના મહંત વિજયબાપુ ઘેલા સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા પધારતા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ તરફથી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મંદિર ટ્રસ્‍ટ તરફથી મનુભાઇ શીલુ દ્વારા વિજયબાપુને સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. વીરગરભાઇ ગોસાઇ, પુજારી હસુભાઇ જોશી, ઇન્‍દ્રજીત ડાંગર વગેરે સન્‍માનમાં હાજર રહ્યા હતા.

(2:39 pm IST)