Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિતે જ્‍યોત પૂજન, મહાપૂજા અને મહાઆરતી કરી ભકતો ધન્‍ય બન્‍યા

વેરાવળ-પ્રભાસપાટણઃ પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યે ᅠમાસિક ᅠશિવરાત્રી નીમીતે ᅠશ્રી સોમનાથ મંદિરે ᅠરાત્રિના જયોતપૂજનᅠશ્રી સોમનાથ ટ્રસ્‍ટના સેક્રેટરી શ્રી યોગેન્‍દ્રભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ હતુ, આ પુજનમાં ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી, એક્‍ઝીક્‍યુટીવ ઓફિસરશ્રી, વેરાવળ સોમનાથ નગર પાલીકાના પ્રમુખ પીયુષભાઇ ફોફંડી સાથે ટ્રસ્‍ટનાᅠઅધિકારી/કર્મચારી,ᅠતીર્થપુરોહિતો,ᅠદર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્‍યરાત્રીના ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવકૃપા પ્રાપ્ત કરી ભક્‍તો ધન્‍ય બન્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ-વેરાવળ) 

(10:39 am IST)