Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગોંડલ તાલુકા સહકારી સંઘ લી.ના. પ્રમુખ પદે કુરજીભાઇ ભાલાળા ઉપપ્રમુખ પદે ગોવિંદભાઇ વાઢેર ચૂંટાયા

ગોંડલ,તા. ૧ : ગોંડલ તાલુકા સ. ખ. વે. સંઘ લી. માં મંડળી પ્રતિનિધિ તરીકે શ્રી કુરજીભાઈ ભાલાળા (મોવિયા), ગોવિંદભાઇ વાઢેર (ડૈયા), મગનભાઈ ઘોણીયા (દેવચડી), ધીરજલાલ રૈયાણી (ગોંડલ), રમજુભા જાડેજા (સિંઘાવદર), ભુપતભાઈ ડાભી (ખાંડાંઘર), સવજીભાઈ સાવલિયા (વાંસાવડ), નાથુભાઈ ચોથાણી (મોટાદડવા), કે. પી. રામોલીયા (આંબરડી), વનરાજસિંહ જાડેજા (ભુણાવા), કચરાભાઈ વૈષ્‍ણવ (સુલતાનપુર), પરેશભાઈ અસોદરીયા (રાણસીકી), હંસરાજભાઇ પદમાણી (મોટીખીલોરી), દામજીભાઇ ઘોણીયા (દેવચડી)ને બિનહરીફ ચૂંટાયેલા મામલતદારશ્રી, ગોંડલ (તાલુકો)એ અગાઉ જાહેર કરેલ.ᅠ

આ ચૂંટાયેલા સભ્‍યશ્રીઓની પ્રથમ બેઠક અધ્‍યાસી અધિકારી,ᅠ ગોંડલ તાલુકા સહકારી સંઘ લી. અને મામલતદારશ્રી, ગોંડલ (તાલુકો)ની અધ્‍યક્ષતામાંᅠ હોદેદારો પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ ની ચૂંટણી તા. ૩૧.૩.૦૨૨.ના રોજ, સવારના ૧૧.૦૦ કલાકે, શ્રી ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ, નેશનલ હાઇવે, ગોંડલના સભા હોલમાં રાખવામાં આવેલ, તેમાં ચૂંટાયેલા સભ્‍યો તેમજ, ગોંડલના માજી ધારાસભ્‍ય શ્રી જયરાજસિંહ જાડેજા ગોંડલ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન જાડેજા, તમામ ડિરેક્‍ટરશ્રી, તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ ભર્ગવ અંદીપરા, તેમજ ભાજપના કાર્યકરો અનેᅠ તાલુકા ભરની સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ,રાજકોટ ડી. કો. ઓપ. બેંક લી. ડિરેક્‍ટર પ્રવીણભાઈ રૈયાણી, ઝોનલશ્રીᅠ માવાણી, બ્રાન્‍ચ મેનજરશ્રીઓ, સંદ્યના મેનેજર પ્રભુદાસભાઈ કીલજી,ᅠ મંત્રીભાઈઓ, બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. અને ગોંડલ તા. સ. ખ. વે. સંદ્ય લી. ના પ્રમુખ તરીકે શ્રી કુરજીભાઈ એલ. ભાલાળા (મોવિયા )અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ વાઢેર (ડૈયા )ની બિન હરીફ ચૂંટણી થયેલ. અને ચૂંટાયેલા પ્રમુખ કુરજીભાઈનેᅠ અનેᅠ ઉપપ્રમુખ ગોવિંદભાઈને ફુલહારથી સન્‍માન કરી, ખુબ ખુબ શુભેચ્‍છા દરેકે પાઠવેલ અને સહકારી ક્ષેત્રે ખુબ આગળ વધો અને સંસ્‍થાનો વિકાસ કરો તેવી લાગણી વ્‍યક્‍ત કરેલ. કુરજીભાઈ ભાલાળા સતત ચોથી ટર્મથી પ્રમુખશ્રી તરીકે બિન હરીફ ચૂંટાતા આવ્‍યા છે.ᅠ તેઓની વરણીથી ગોંડલ તાલુકાના સહકારી પરિવારમાં ખુશીની લહેર ફેલાય ગયેલ છે.

(10:56 am IST)