Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી તરીકે નિમણુક

બોટાદ,તા. ૧ : બહુમખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક સંસ્‍થા સંગઠનો સાથે જોડાયેલા અને ગૌરક્ષામાં અદકેરૂ નામ એવા બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ તરીકે આ ૨૫ વર્ષ ઉપરાંતથી બીનહરીફ સેવા આપતા સામતભાઇ જેબલીયાને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી તરીકે નિમણુક થતાં અનેક કલંગીઓમાં એક કલંગીનો ઉમેરો આ નિમણૂંકથી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં અને ગૌરક્ષકોમાં અને ભગવા આર્મી સંગઠનમાં તથા સુર્ય સેનામાં તથા ઇન્‍ટરનેશનલ જૈન પેગમ ફાઉન્‍ડેનશનમાં તથા જનસેવા સંગઠનમાં તથા રાષ્‍ટ્રવંદના મંચમાં તથા કાઠી ક્ષત્રિય સેનાના તથા વિશ્વ સનાતન ધર્મ પરીષદમાં તથા શિવસેનામાં તથા ગોવધર્ન સેલમાં તથા કા.મા અશ્વ મંડળીમાં તથા તહેલકા ન્‍યુઝ પ્રિન્‍ટ એન્‍ડ ઇલેકટ્રોનીક મિડિયામાં તથા કાઠી અભ્‍યુદયમાં તથા સરદાર સંદેશ વિગેરે સંસ્‍થા સંગઠનમાં દિવાળી દશેરા જેવા આનંદના માહોલ સાથે ઠેરઠેર ફટાકડા ફોડી મિઠાઇઓ વહેચી હર્ષ વ્‍યકત કરેલ અને સામતભાઇ જેબલીયાના મોબાઇલ નંબર ૯૮૨૪૩ ૯૦૧૩૩ ઉપર શુભેચ્‍છા અભિનંદનની વર્ષા વરસી રહી છે. અને આવતા દિવસોમાં તેમના ચાહકો દ્વારા સામતભાઇ જેબલીયાનો સન્‍માન સમારોહ યોજાશે.

(10:38 am IST)