Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જસદણના ગોડલાધારમાં ચાલતા ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞમાં અનેક સંતો મહંતો આવશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧: જસદણ તાલુકાના ગોડલાધાર ગામેᅠ પૂજય મુકતાનંદ બાપુ દ્વારા ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞ મહાદેવભાઇ ચાવ પરિવારના યજમાન પદે ચાલી રહ્યો છે જેમાં આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના અનેક સંતો મહંતો પધારવાના છે.

સાંદિપની આશ્રમ પોરબંદર ના સંત પૂજય રમેશભાઈ ઓઝા, વિરમગામ પાસેના સંત કનકેશ્વરીદેવી, જૂનાગઢના શેરનાથબાપુ, સતાધારના વિજયબાપુ ભગત, પાળીયાદના પૂજયᅠ નિર્મળાબા સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના અનેક સંતો-મહંતો આ અગિયાર દિવસના ગાયત્રી યજ્ઞ દરમિયાન ગોડલાધાર ગામમાં યજ્ઞ સ્‍થળે પધારશે.અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ બ્રહ્માનંદ ધામ ચાપરડાના પરમ વંદનીય સંત પૂજય મુકતાનંદ બાપુ દ્વારા કોરોના મહામારીથી બચવા માટે અને વિશ્વશાંતિ અર્થે સમગ્ર દેશમાં જુદા જુદા ૧૨ સ્‍થળે ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞ કરવાનો સંકલ્‍પ કરેલો હતો જે પૈકી હિન્‍દુસ્‍તાનના જુદા જુદા સ્‍થળોએ ગાયત્રી મહાયજ્ઞ પૂર્ણ થઈ ચૂકયા છે. જયારે અંતિમ ચરણનો ૧૨મો ગાયત્રી મહાયજ્ઞ અત્‍યારે જસદણ નજીકના દ્યેલા સોમનાથ મહાદેવની છત્રછાયામાં ગોડલાધાર ગામે તા. ૨૯-૩ થી શરૂ થયો છે. તા. ૮-૪ᅠ સુધીᅠ ચાલનારા આ યજ્ઞᅠ દરમિયાન રોજᅠ સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ અને બપોરે ૩-૩૦ᅠ થી ૬-૩૦ દરમ્‍યાનᅠ ગાયત્રી મહામંત્રની મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે.ᅠ ગોડલાધારᅠ ખાતેના ગાયત્રી મહાયજ્ઞ ધામ ખાતેᅠ યજ્ઞ આહુતિ તેમજᅠ બંને ટાઇમ ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનોᅠ લાભ લેવા સ્‍વ. મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવારનાᅠ વિનુભાઈ, ઘનશ્‍યામભાઈ, અશોકભાઈ તથા પ્રદીપભાઈ સહિતના ચાવ પરિવારે અનુરોધ કર્યો છે.

(10:56 am IST)