Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ચોટીલામાં હત્‍યાના કેસમાં ત્રણ આરોપીઓ પાસે ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન કરાયું

થાનરોડ પર મહિના પૂર્વે ફાયરિંગ કરી છરીથી કાઠી યુવકનું ઢીમ ઢાળી દીધુ હતું

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧: થાનગઢ રોડ ઉપર મહિના પૂર્વે કાઠી યુવાનની હત્‍યાના ગુનાના પકડાયેલ આરોપીઓ પાસે થી સમગ્ર ઘટનાનું રીહર્સલ કરાવી કેવી રીતે હત્‍યારાઓએ હત્‍યા કરી તેની કડીઓ મેળવેલ હતી

ફેબ્રુઆરી મહિનામાં ચોટીલાના ઝીંઝુડાના ધર્મેન્‍દ્રભાઇ શાંતુભાઈ ખાચર ને આંતરી બે રાઉન્‍ડ ફાયરીંગ અને છરી છરાના ઘા મારી હત્‍યા કરી હત્‍યારાઓ નાસી છુટ્‍યા હતા.

પોલીસે આ બનાવમાં પાચ આરોપીઓ સામે હત્‍યાનો અને કાવતરાની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.

થોડા દિવસ પહેલા પોલીસે ત્રણ આરોપીઓ અનક અરજણભાઇ ગાંગડીયા, લક્ષ્મણ ઉર્ફે લખમણ વીરજીભાઇ ગાંગડીયા, અને ભુપત કાળુભાઇ ગાંગડીયા ને ઝડપી લીધા હતા આરોપીઓ પાસે ગુરૂવારનાં ચાપતા બંદોબસ્‍ત વચ્‍ચે ગુનાનો ભેદ ઉકેલવા ઓળખ પરેડ અને ઘટનાનું રિકન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતુ.

(10:37 am IST)