Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રવિવારે ચોટીલા ખાતે પ્રથમ અધિવેશનઃ લોહાણા સમાજમાં ઉત્‍સાહ

રાજકિય ક્ષેત્રે લોહાણા સમાજની ઘટતી સંખ્‍યા બાબતે ચિંતન કરાશે, આગામી ચૂંટણીમાં ટીકીટ માટે વ્‍યુ ઘડાશે

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧: રઘુવંશી સમાજના રાજકિય પ્રભુત્‍વ અંગે ચિંતન અને વિચાર વિમર્શ માટે રવીવારનાં ચોટીલા ખાતે પ્રથમ અધિવેશન યોજાયેલ છે જેમા મોટી સંખ્‍યામાં લોહાણા સમાજ ના અગ્રણીઓ અને રાજકિય આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી એક મંચ દ્વારા રણનિતિ તૈયાર કરશે

છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજના અગ્રણીઓની થઇ રહેલી અવગણના અને ઓછા થઇ રહેલા રાજકીય વજન થી વિશ્વનો લોહાણા સમાજ ચિંતિત છે, એક સમયે ગુજરાત વિધાનસભામાં દસ જેટલા રઘુવંશીલોહાણા અગ્રણીઓ જીતીને આવતા હતા જે સંખ્‍યા હાલમાં એક ઉપર આવી ગઈ છે, આ બાબતથી ચિંતિત લોહાણા સમાજ ઘણા સમયથી કઈક કરવું જોઈએ અને આગળ આવવું જોઈએ તે દિશામાં વિચારતો હતો જેના ફળ સ્‍વરૂપે કેટલાક જાગૃત અને સક્રિય યુવાનો અને વડીલો દ્વારા રઘુવંશીક્રાંતિ મંચની સ્‍થાપના કરવામાં આવી હતી,ᅠ

સમગ્ર ગુજરાતમાં રઘુવંશીક્રાંતિ મંચ દ્વારા નેટવર્ક ગોઠવી લીધા બાદ હવે તે પ્રથમ અધિવેશન કરી લોહાણા સમાજના રાજકીય રીતે અગ્રણી હોય તેવા તમામ કાર્યકરોને હાજર રાખી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા સમાજના વ્‍યક્‍તિઓને ટીકીટ મળે અને ટીકીટ મળ્‍યા બાદ સમાજના લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે તે દિશામાં ઠોસ અને નક્કર કામ કરવા માટે આગામી રવિવારે ચોટીલા ખાતે અધિવેશન મળી રહ્યું છે. જેમાં ગુજરાતના ખૂણે ખૂણે થી લોહાણા અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહી એક નવી ક્રાંતિની શરૂઆત કરશે.

રાજકીય રીતે અગ્રણી હોય તેવા રઘુવંશીલોહાણા સમાજના મોભીઓ અને અગ્રણી આગેવાનોએ મોટી સંખ્‍યામાં હાજર રહી એક નવી ક્રાંતિ માટે પહેલ કરવા સમાજને હાકલ કરી છે.આ અધિવેશનથી એક નવી શરૂઆત થાય અને આગામી દિવસોમાં તેના સારા પરિણામ સમાજ ને મળે તે માટે સંસ્‍થાના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર સતત સક્રિય રહી પોતાની ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.

રઘુવંશીક્રાંતિ મંચની તમામ સામાજિક પ્રવૃત્તિઓને કોઈ પણ જાતના શુલ્‍ક વિના તોફાની તાંડવ મીડિયા કવરેજ આપી વધુમાં વધુ લોકો સંસ્‍થા સાથે જોડાય અને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા અગ્રણીઓને ટીકીટ મળે તે માટે સાથે રહી સહકાર આપશે.

(10:37 am IST)