Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગોંડલ તાલુકામાં ખેતી વિકાસ એગ્રી પ્રોડયુસર કંપની લિમિટેડ દ્વારા ચણાની ખરીદીનો પ્રારંભઃ

 ગોંડલ : કેન્‍દ્ર સરકારની એફપીઓ યોજના હેઠળ ગોંડલ તાલુકામાં ભાદર ખેતી વિકાસ એગ્રી પ્રોડક્‍ટ કંપની લિમિટેડનો પ્રારંભ થયો છે કેન્‍દ્ર સરકાર દ્વારા આ કંપનીને મંજૂરી અપાઈ છે ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર દ્વારા ભંડોળ ફાળવ્‍યું છે.ગોંડલ તાલુકાના મોવિયા ગામ સહિતᅠ અનેક ગામોના ખેડૂતોને જ્‍ભ્‍બ્‍ માં સભાસદો બનાવવામાં આવ્‍યા છે , ત્‍યારે આ કંપની મારફત નર્ચર ફાર્મ યુપીએલ દ્વારા ખરીદી બજાર કિંમતે કરવામાં આવી રહી છે, જેના થકી ખેડૂતોને ટ્રાન્‍સપોર્ટેશનનો ખર્ચ બચી રહે છે અને માલ વેચવાની સાથે જ આરટીજીએસથી નાણા પણ મળી જાય છે, ગોંડલ તાલુકામાં દેરડી(કુંભાજી) ગામે ચણાની જ્‍ભ્‍બ્‍  મારફત ખરીદીનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. (અહેવાલ -તસવીરઃજીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

(10:36 am IST)