Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભેદી સંજોગોમાં રાજસ્‍થાનના ટેન્‍કર ચાલકે ચોટીલા પાસે રસ્‍સી વડે લટકી ગળેફાંસો ખાઇ લીધો

અગમ્‍ય કારણોસર આપઘાત અંગે તર્કવિતર્કો

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧: ચોટીલા હાઇવે પર પરપ્રાંતીય રાજસ્‍થાની ટેન્‍કર ચાલકે તેનાજ ટેન્‍કર પર રહેલ રસ્‍સી વડે કેબીન બહાર લટકી જઇ આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે.

કચ્‍છના ગાંધીધામ ખાતે આવેલ મુરલીધર ટ્રાન્‍સપોર્ટના ટેન્‍કર ચાલક એવા મૂળ રાજસ્‍થાનના બાડમેર જીલ્લાના કાપરાઉ ગામનો વતની શેરારામ થાનારામ માયલા (ઉ. વ. ૩૦) મહારાષ્ટ્ર થી ટેન્‍કરમાં કેમીકલ ભરી જામનગર તરફ જઈ રહ્યો હતો ત્‍યારે રાત્રીના સમયે રસ્‍તામાં ચોટીલા હાઇવે પર ટેન્‍કર સાઇડમાં પાર્ક કરી પ્‍લાસ્‍ટિક ની રસ્‍સી વડે લટકી જઇ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે નાની મોલડી પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(2:36 pm IST)