Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શહેર ભાજપ દ્વારા વિવિધ સેલનાં સંયોજકોની નિમણુંકો જાહેર

રાજકોટ :.. મહાનગર શહેર ભાજપ વિવિધ સેલનાં સંયોજકશ્રીઓની વરણી જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ લીગલ સેલમાં અંશભાઇ ભારદ્વાજ, સી. એચ. પટેલ, ચિકિત્સા સેલમાં ડો. ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, સહકારીતા સેલમાં પ્રવિણભાઇ નિમાવત, મનસુખભાઇ પીપળીયા, વ્યાવસાયિક સેલમાં નરશીભાઇ કાકડીયા, પરાગભાઇ મહેતા, આર્થિક સેલમાં યોગેશભઇ પાચાણી, મહેશભાઇ પરમાર, વ્યાપાર સેલમાં ભરતભાઇ રેલીયા, જગદીશભાઇ અકબરી, સાંસ્કૃતિક સેલમાં તેજશભાઇ શીશાંગીયા, વિજયભાઇ કારીયા,  શિક્ષક સેલમાં જયદીપભાઇ જલુ, વિલાગીરી ગોસ્વામી, બૌધિક સેલમાં નિલેષભાઇ ભાલાણી, પરિમલભાઇ પરવડા, સફાઇ કામદાર સેલમાં અજયભાઇ વાઘેલા, જયેશભાઇ ઘાવરી, માલધારી સેલમાં પોપટભાઇ ટોળિયા, તોગાભાઇ ધોળકીયા, ગૌસંવર્ધન સેલમાં વિજયભાઇ પાડલીયા, ગૌતમભાઇ વાળા, અન્ય ભાષા ભાષી સેલમાં ધનંજયભાઇ ઠાકુર, અશોકભાઇ શર્મા, સી.એ. સેલમાં ગીરીશભાઇ દેવળીયા, ભરતભાઇ ખંઘેડીયા, રમત ગમત સેલમાં કૌશિકભાઇ અઢીયા, મહેશભાઇ દિવેચાની વરણી થયેલ.  આ તકે ભાજપ વિવિધ સેલનાં સંયોજકશ્રીઓની આ નવનિયુકત વરણીને ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા  મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. 

(3:15 pm IST)