Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ગ્રહણની અસર

કર્ક રાશિવાળાઓને લાભ દાયક

તા. ૩૧-૧-ર૦૧૮ના રોજ આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે જેથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું રહેશે-તમામ માહિતી ઇન્ટરનેટ ઉપરથી અગાઉથી આપી દેવાય છે.

ગ્રહણ સાંજે પ અને ૧૬ મીનીટે

ગ્રહણ સ્પર્શ થશે

ગ્રહણ મોક્ષ-રાત્રે ૮-૪૪ થશે.

ઘણા મંદિરો ગ્રહણ સ્પર્શ પહેલા પાંચ કલાકે બંધ થઇ જશે- તો અમુક મંદિરો સાંજે પ થી રાત્રીના ૯ સુધી દર્શન માટે બંધ રહેશે.

- ગ્રહણની અસર સજીવ નિર્ભય દરેક વસ્તુ ઉપર અસરકર્તા રહેશે.

- શું થઇ શકે

ગ્રહણ દરમયાન પૃથ્વીના પેટાળમાં પરિવર્તન રહે જેની અસર દશ દિવસ અગાઉથી શરૂ થાય અને ગરહણ પછી દશ દિવસ રહે છે.

- રાજકીય રીતે કોઇ નેતા મુશ્કેલી રહે.

- શેર બજારમાં ઝડપી અફડાતફડી રહે.

- ખોટા ખર્ચ ન કરવા ઇશ્વરનું સ્મરણ રોજ કરતા હોય તેમને વધુ લાભ રહેશે.

રાશિવાર ફળાદેશ

મેષઃ- નવુ આયોજન થાય તબીયત બાબત જાળવવું-મિલ્કતના કાર્યોમાં ધીરજ રાખવી.

વૃષભ :- ન ધારેલી સફળતા તમારી રાહ જુએ

છે વિદેશથી લાભ મલે પ્રવાસ થાય.

મિથુન :- જુના પ્રશ્નો હલ થાય ઉધારી ધંધો ન કરવો શેર સટ્ટામાં જાળવવું.

કર્કઃ- વિદેશથી લાભ મલે આત્મવિશ્વાસ વધારવો-નવા કાર્યની ઇચ્છા થાય.

સિંહ :- તબીયત બાબત બેદરકારી ટાળવી નોકરીમાં સ્થિરતાથી લાભ રહે.

કન્યા :- રોકાયેલા નાણા માટે આશાવાદ વધે શનિવાર કરવા-પક્ષીને ચણ નાખવું.

તુલા :- સામાજીક માન પ્રતિષ્ઠા વધે જન્મના ગ્રહો પ્રમાણે લાભ રહે. સરકારી કામોથી લાભ.

વૃશ્ચિક :- નવી યોજનામાં ધીરજ રાખવી અંધશ્રદ્ધા કે ચમત્કારમાં અટવાઇ ન જતા.

ધન :- મેદ સૃદ્ધિથી જાળવવું-ગુસ્સાને કાબુમાં રાખવો તબીયત જાળવવી.

મકર :- વધુ પડતી મહત્વ કોના હીતાવાહ નથી લગ્ન જીવનમાં જાળવવું.

કુંભ :- ન ધારેલી સફળતા મહેનતનું ફળ મલે.

મીનઃ- નબળા વાંચનથી દૂર રહેવું થોડી ધીરજ કેળવવી.

- ગ્રહણ વિશેની તમામ ામાહિતી અગાઉ આપેલ છે.

- સૂર્ય ગ્રહણ ખંડગ્રાસ તા. ૧પ-૧૬-ર-૧૮ શુક્રવારે વહેલી સવારે કુંભ રાશિમાં થશે.

રાત્રેના ૧ર ને ર૪ થી શરૂ થશે.

ગ્રહણ મધ્ય-રાત્રે ર-ર૧. ગ્રહણ મોડા-વહેલી સવારે ૪ ને ૧૭ મિનિટે.

ભારતમાં નહિ દેખાય જેથી પાળવાનું નથી.

કુમારભાઇ ગાંધીએસ્ટ્રોલોજર

૯૩૭૪૮ ૧૬૯૭૭

(3:42 pm IST)