Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે રિક્ષામાં યુવાનનો મૃતદેહ મળ્યો : ગણતરીની કલાકોમાં શખ્સ સકંજામાં: પોલીસ દ્વારા પૂછપરછ શરૂ

નંદનવન સોસાયટી મેઇનરોડ પરથી રિક્ષામાં યુવાનની લાશ મળ્યાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ પહોંચી ઘટના સ્થળે

રાજકોટ : શહેરના ગાંધીગ્રામ નજીક નાણાવટી ચોક પાસે રિક્ષામાંથી યુવાનનો મૃતદેહ મળતા સનસનાટી મચી જવા પામી છે, બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, દરમિયાન ગણતરીની કલાકોમાં પોલીસે એક શખ્શને સકંજામાં લઈને પૂછપરછ શરૂ કરી છે

 આ અંગે મળતી વિગત મુજબ ગાંધીગ્રામના નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટી મેઈન રોડ પરથી રિક્ષામાં યુવાનની લાશ મળી છે, યુવાનની હત્યા થયાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી હતી દરમિયાન ગણતરીની કલાકોમાં એક શખ્શને દબોચી લઈને પૂછપરછ શરૂ કરી છે

  વધુમાં જાણવા મળતી વિગત મુજબ રિક્ષામાં બે વ્યક્તિ આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિ જતો રહ્યો જેને પોલીસે સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે

(8:09 pm IST)